<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

પુનીતનગરમાં ગૌરીબેનને વિશાલે તમે દારૂ વેંચો છો કહી દાંતરડુ માર્યુ

ટેન્‍શનને કારણે બાબરીયા કોલોનીની સુધીર દવા પી ગયોઃ માયાણીનગરના દિવ્‍યાબેનનું અગ્નિસ્‍નાન

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ પુનીતનગર પાણીના ટાંકા પાસે ઝૂપડામાં રહેતાં ગૌરીબેન ભનાભાઇ સાડમીયા (ઉ.વ.૪૦)ને પાડોશી વિશાલે ઝઘડો કરી દાંતરડુ મારી લેતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં માલવીયાનગર પોલીસન જાણ કરાઇ હતી. વિશાલે તમે દારૂ વેંચો છો તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યાનું જણાવાયું હતું.

બાબરીયા કોલોની-૩માં રહેતાં સુધીર ઘનશ્‍યામભાઇ ટાંક (ઉ.વ.૩૨) નામના યુવાને રૂડા બીલ્‍ડીંગ પાસે વંદા મારવાની દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. તે લાદી કામ કરે છે. ટેન્‍શનને કારણે પગલુ ભર્યાનું કહ્યું હતું.

માયાણીનગર આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં દિવ્‍યાબેન છોટુભાઇ ચાવડા (ઉ.વ.૪૫) નામના મલિહાએ કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. તેણીને માનસિક તકલીફ હોવાનું સગાએ કહ્યું હતું.

(3:33 PM IST)