<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

માધાપર સુંદરમ્‌ સિટીમાં પુનીતાબેન દવેનું હૃદય ધબકારા ચુકી ગયું

રોહીદાસપરાના ૨૮ વર્ષના મનિષનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૪: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. માધાપર ચોકડી પાસે  સુંદરમ્‌ સિટીમાં રહેતાં પુનિતાબેન પ્રદિપભાઇ દવે (ઉ.વ.૫૦) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર પુનીતાબેનને સંતાનમાં એક પુત્રી છે. તેમના પતિ ઇલેક્‍ટ્રીક કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં કુવાડવા રોડ રોહીદાસપરા-૩માં રહેતો મનિષભાઇ વિરજીભાઇ સાગઠીયા (ઉ.વ.૨૮) બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. મનિષભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે ગાડી ઉતારવાની મજૂરી કરતો હતો. બપોરે જમીને સુતા બાદ ન જાગતાં સાંજે બેભાન હાલતમાં હોસ્‍પિટલે ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

 

(4:13 PM IST)