તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
શહેર ભાજપ સંગઠન હોદ્દેદારો નિમવા કાલે સેન્સપ્રક્રિયા
પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર અને અમદાવાદ પૂર્વ મેયર બિજલબેન પટેલ અપેક્ષિતો સાથે સંકલન બેઠક કરશે : ૩-૩- નામોની પેનલ તૈયાર કરાશે

રાજકોટ,તા. ૪: ભાજપ દ્વારા પ્રથમવાર શહેર સંગઠનના હોદેદારોની નિમણુંક કરવા, માટે નિરિક્ષકોને મોકલી દાવેદારોની સેન્સ લેવામાં આવશે. જિલ્લાવાઇઝ બબ્બે નિરિક્ષકોની નિમણુંક કરી દેવામાં આવી છે. રાજકોટ ખાતે દાવેદારોને સાંભળશે તમામ હોદાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવાશે.
ભાજપ દ્વારા શહેર અને જિલ્લા અધ્યક્ષની વરણી માટે પ્રદેશમાંથી ભરતસિંહ પરમાર તથા બીજલબેન પટેલને મોકલવામાં આવનાર છે. દરમિયાન ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી અને ખજાનચી સહિત. કુલ ૨૦ હોદેદારોની નિમણુંક માટે પણ દાવેદારોને. સાંભળવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે નિરીક્ષણની નિમણુંક કરી દેવામાં આવી છે. ગુラરૂવાર સુધી નિરિક્ષકો પોતાને ફાળવેલ મથકો ખાતે જઇ દાવેદારોને સાંભળશે તમામ હોદાઓ માટે ત્રણ ત્રણ નામની પેનલ બનાવવામાં આવશે. જે પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે.૨૦ હોદાઓ માટે સેન્સ લેવાની કાર્યવાહી લાંબી ચાલે તેમ હોય દરેક શહેર માટે ત્રણથી પાંચ દિવસની ફાળવણી કરવામાં આવી છે.
દરમિયાન પેનલ બનાવતા પૂર્વ પણ જે તે શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે જેમાં દાવેદારોના નામોનું શોટીંગ કરી પેનલ બનાવવામાં આવશે ચુંટણી વર્ષમાં સંગઠનને પુરતુ પ્રાધાન્ય અને સમય આપી શકે તેવા વ્યકિતને સંગઠનમાં હોદાની ફાળવણી કરાશે.
(4:26 PM IST)










