<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રિક્ષામાં સોડાના સ્‍ટીલના કેનની આડમાં દારૂની હેરાફેરીઃ જથ્‍થા સાથે વિશાલ ઝડપાયો

વાવડી તરફ નકલંક હોટલના કાચા રસ્‍તે પીસીબીનો દરોડો : ૯૫ હજારનો વિદેશી દારૂ કેનમાં છુપાવ્‍યો હતોઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, પીએસઆઇ ત્રાજીયાની ટીમની કાર્યવાહી : હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, રાહુલગીરી ગોસ્‍વમીની બાતમી

રાજકોટ તા. ૪: વિદેશી દારૂની હેરાફેરીનો વધુ એક વખત પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર નકલંક હોટલથી આગળ વાવડી તરફ જતાં રોડ પર કાચા રસ્‍તેથી દારૂનો જથ્‍થો ભરેલી રિક્ષા સાથે એક શખ્‍સને પકડી લેવાયો હતો. આ શખ્‍સ સ્‍ટીલના સોડાના કેનની આડમાં દારૂનો જથ્‍થો છુપાવી હેરાફેરી કરતો હતો.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ દારૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને રાહુલગીરી ગોસ્‍વામીને બાતમી મળતાં વાવડી તરફ જતાં રોડ પર કાચા રસ્‍તે વોચ રાખી જીજે૦૩બીએક્‍સ-૭૪૦૫ નંબરની રિક્ષા આંતરી લીધી હતી. આ રિક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી હતી. જો કે રિક્ષામાં તપાસ કરતાં સ્‍ટીલના સોડાના કેન વીસ નંગ જોવા મળ્‍યા હતાં. પોલીસે વધુ તપાસ કરતાં કેનમાંથી રૂા. ૯૫૦૪૦ના ૧૮૦ એમએલના વ્‍હીસ્‍કીના ૩૬૦ નંગ ચપલા મળી આવ્‍યા હતાં.

રિક્ષાચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ વિશાલ વીરજભાઇ પરમાર (ઉ.વ.૨૯-રહે. આંબેડકરનગર-૧૧-ઇ, એસટી વર્કશોપ પાછળ) જણાવ્‍યું હતું. પોલીસે તેની ધરપકડ કરી દારૂનો જથ્‍થે, રિક્ષા, સોડાના વીસ કેન મળી રૂા. ૧,૮૫,૦૪૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ શખ્‍સ દારૂ ક્‍યાંથી લાવ્‍યો? ક્‍યાં લઇ જતો હતો? તેની તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી. 

 

(4:14 PM IST)