તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે ગુરૂવારથી શ્રીમદ્દ ભાગવત કથા
પૂ. શાષાી જનકભાઇ મહેતા (ડોડીયાળાવાળા) કથા રસથાળ કરાવશેઃ ગિરિરાજ ઉત્સવ અન્નકોટ, કપીલ જન્મ, કૃષ્ણજન્મ, નંદઉત્સવ, કૃષ્ણ રૂક્ષમણી વિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

રાજકોટઃ શહેરના ૧પ૦ ફુટ રીંગરોડ ગાંધીગ્રામ સામે ધર્મનગર શેરી નં.૪ માં આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે તા. ૬ ના ગુરૂવારથી તા. ૧ર ના બુધવારથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.
પૂ. શાષાી જનકભાઇ મહેતા (ડોડીયાળાવાળા) કથાનું સંગીતમય રસપાન કરાવશે. તા. ૬ ના ગુરૂવારે બપોરે ૩ કલાકે વાજતે ગાજતે પોથી યાત્રા નિકળશે, સાથે કથાનો પ્રારંભ થશે.
કથા દરમ્યાન તા. ૭ ના શુક્રવારે સાંજે ૬:૩૦ વાગ્યે કપીલ જન્મ, તા. ૮ શનિવારે સાંજે ૬:૩૦ નૃસિંહ જન્મ, તા. ૯ રવિવાર સાંજે ૬:૩૦ કૃષ્ણજન્મ નંદ ઉત્સવ, તા. ૧૦ સાંજે ૬:૩૦ ગિરિરાજ ઉત્સવ અન્નકોટ, તા. ૧૧ ના સાંજે ૬:૩૦ કૃષ્ણ રૂક્ષમણી સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. કથાનો સમય બપોરે ૩:૩૦ થી ૭:૩૦ રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષો પુરાણા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે ત્રણ-ત્રણ શિવલીંગ છે. પૂ. જલાબાપા, શ્રી શનિદેવ, શ્રી હનુમાનજી, શ્રી રામ-લક્ષમણ સતાજી, તેમજ દેવીદેવતાઓના મંદિર છે. નિજ મંદિરે શિવરાત્રી, નવરાત્રી, ભાદરવી અમાસે શીરાનો પ્રસાદ, સહિત દરેક પર્વ ધામેધુમે ઉજવવામાં આવે છે. ઉપરાંત મેડિકલના સાધનો, નિહારના સામાનનું વિતરણ પણ કરવામાં આવે છે. ભાવિકોએ કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આયોજનને સફળ બનાવવા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર આયોજક સમિતિના સર્વ શ્રી મોહનભાઇ ગઢવી (મો. ૮૭૮૦૭ ૧૪૦૩૫) આર.ડી. જાડેજા, અશ્વિનભાઇ હજરનીશ, સુરેશભાઇ પંડયા, બાબુભાઇ દવે, ગિરીશભાઇ મહેતા,જયંતિલાલ પરમાર, કિરીટભાઇ રાઠોડ, દિપકભાઇ ભટ્ટ, રમેશભાઇ ચોહાણ, મહેન્દ્રભાઇ આસર, છાટબારભાઇ, મનસુખભાઇ બાવલીયા અને અવિ મકવાણા સહિતના જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(4:21 PM IST)










