<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

શહેર ભાજપના હોદેદારો પસંદ કરવા સેન્‍સ પ્રક્રિયાઃ ૬૦ નામ ચર્ચામાં. : જુઓ વિડિયો

બિજલ પટેલ અને ભરતસિંહ પરમાર સંકલન સમિતિના સભ્‍યોને મળ્‍યાઃ ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાશે : નામ અંગે ગુપ્તતા

સંગઠન ગઢે ચલો... સુપંથ પર બઢે ચલો... : ભાજપનું સાંધીક ગીત સંગઠન ગઢે ચલો... સુપંથ પર બઢે ચલો હાલ રાજકોટ શહેરની નવી ટીમ બનાવવા ચાલી રહેલ સેન્‍સ પ્રક્રિયા માટે ઉપયુકત છે. સંગઠનમાં એક સમયે દેશભરમાં જેના ઉદાહરણ ભાજપ દ્વારા આપવામાં આવતા તે રાજકોટ શહેર ભાજપના હોદેદારોની નિયુકતી માટે પ્રદેશમાંથી ભરતસિંહ પરમાર અને બીજલબેન પટેલે દાવેદારોને સાંભળ્‍યા હતા. શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્‍સ પ્રક્રિયામાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર અધ્‍યક્ષ માધવ દવે, મહામંત્રીઓ અશ્વીનભાઇ મોલીયા તથા વિરેન્‍દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઇ મોકરીયા, પુર્વ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ, પુર્વ ધારાસભ્‍યો ગોવિંદભાઇ પટેલ, ઉમેશભાઇ રાજયગુરૂ, અરવિંદ રૈયાણી, પુર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી હાજર રહયા હતા. આ તકે શહેર સંગઠનના પ્રદેશ પ્રભારી પ્રકાશભાઇ સોનીએ પણ દાવેદારોને સાંભળ્‍યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૫: ભાજપ દ્વારા પ્રથમવાર શહેર સંગઠનના હોદેદારોની નિમણુંક કરવા, માટે નિરિક્ષકોને મોકલી દાવેદારોની સેન્‍સ લેવામાં આવી હતી.   રાજકોટ ખાતે  દાવેદારો અને સંકલન સમિતિના તમામ હોદાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવાશે.

ભાજપ દ્વારા શહેરના હોદેદારોની  વરણી માટે પ્રદેશમાંથી ભરતસિંહ પરમાર તથા બીજલબેન પટેલને મોકલવામાં આવ્‍યા હતા. દરમિયાન ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી અને ખજાનચી સહિત. કુલ ૨૦ હોદેદારોની નિમણુંક માટે પણ દાવેદારોને. સાંભળવા માટે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુラરૂવાર સુધી નિરિક્ષકો પોતાને ફાળવેલ મથકો ખાતે જઇ દાવેદારોને સાંભળશે તમામ હોદાઓ માટે ત્રણ ત્રણ નામની પેનલ બનાવવામાં આવશે. જે પ્રદેશ હાઇકમાન્‍ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે.૨૦ હોદાઓ માટે સેન્‍સ લેવાની કાર્યવાહી લાંબી ચાલે તેમ હોય દરેક શહેર માટે ત્રણથી પાંચ દિવસની ફાળવણી કરવામાં આવી છે.

આજે રાજકોટ શહેરમાં લેવાયેલ સેન્‍સ પ્રક્રિયામાં પ્રદેશ નિરીક્ષકોએ મહિલાઓને સાંભળ્‍યા હતાફ. બાદ ૧૫ સભ્‍યોની સંકલન સમિતિ સાથે બેઠક કરી નામોની ચર્ચા કરી હતી. અંતમાં શહેર ભાજપ પ્રમુખને મળ્‍યા હતા. ૩-૩ નામોની પેનલો બનાવવામાં આવી હતી જે પ્રદેશમાં મોકલવામાં આવશે.

દરમિયાન પેનલ બનાવતા પૂર્વ પણ જે તે શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે જેમાં દાવેદારોના નામોનું શોટીંગ કરી પેનલ બનાવવામાં આવશે ચુંટણી વર્ષમાં સંગઠનને પુરતુ પ્રાધાન્‍ય અને સમય આપી શકે તેવા વ્‍યકિતને સંગઠનમાં હોદાની ફાળવણી કરાશે.


 

જૂના જોગીઓને પણ  બોલાવાયા  પાંચ પૂર્વ મંત્રીઓને વ્‍યકિતગત ધોરણે સાંભળવામાં આવ્‍યા

રાજકોટઃ શહેર ભાજપ સંકલનની હાલત છેલ્લા ઘણા સમયથી દિન પ્રતિદિન સતત કથળી રહી છે. પ્રમુખને બાદ કરતા સંગઠનના અન્‍ય હોદ્દેદારોની વરણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નવી કાર્યપ્રણાલી શરૂ કરવામાં આવી છે. જેમાં નિરીક્ષકોને મોકલી અપેક્ષિતો પાસેથી વિવિધ હોદ્દાઓ માટે નામ મેળવવામાં આવી રહ્યા છે. પ્રદેશની સુચના મુજબ શહેરના પાંચ પૂર્વ મંત્રીઓને આજે નિરીક્ષકોએ કાર્યાલય ખાતે બોલાવી વિવિધ હોદ્દેદારોની વરણી માટે તેઓની પાસેથી પણ નામો મેળવવામાં આવ્‍યા હતા. જેમાં ડો.વલ્લભભાઈ કથીરિયા, વજુભાઈ વાળા,  ઉમેશ રાજયગુરૂ તથા ગોવિંદભાઈ પટેલ અને અરવિંદ રૈયાણીને પણ અપેક્ષિતોની યાદીમાં સામેલ કરી તેઓને વ્‍યક્‍તિગત ધોરણે સાંભળવામાં આવ્‍યા હતા.

(3:28 PM IST)