<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જલારામ જયંતિની ઉજવણીઃ અન્‍નકૂટ-છપ્‍પનભોગના દર્શન

શ્રી રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત ૨૨૬ મી જલારામ જયંતિ છેલ્‍લા ૩૬ વર્ષ થી આયોજન કરાવમાં આવે છે.

જલારામ જયંતિ  ભાટીયા વિદ્યાર્થી ભવન જંકશન પ્‍લોટ ૧૫ ના વિશાળ ગ્રાઉન્‍ડ પેટીપેક સમિયાણા મા જેમાં  ભાઈઓ તથા બહેનો અલગ અલગ પ્રસાદ લેવાની વ્‍યવસ્‍થા તેમજ ભક્‍તિ સંગીત સાથે આશરે ૧૧ હજાર લોકો પ્રસાદ લીધો હતો. સાથે જલારામબાપા સન્‍મુઅ ભવ્‍ય અન્નકૂટ દર્શન .છપ્‍પન ભોગ દર્શન રાખવામાં આવ્‍યા હતા.

જલારામ જયંતિ પ્રસંગે રાજકોટના  મેયર શ્રી નયનાબેન પેઢડીયા તથા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા વરદ હસ્‍તે મહાઆરતીનો કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેર ના ભાજપ પ્રમુખ માધવભાઈ દવે ભાજપ ના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી પરિવાર, શીક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા,શીક્ષણ સમિતિ સભ્‍ય જાગૃતિબેન ભાણવડિયા, સુરેશભાઈ રાઘવાણી, પૂર્વ મેયર શ્રી જનકભાઈ કોટક, બોલબાલા ટ્રસ્‍ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્‍યાય, રઘુવંશી અગ્રણી શૈલેષભાઈ પાબારી વગેરે મહાનુભવો એ ઉપસ્‍થિત રહી પ્રસાદનો લાભ લીધેલ હતો.

દાતાશ્રીઓ અમીચંદભાઈ હિગવાળા, ગાયત્રી ડેરી ફાર્મ, તેજાભાઈ સાકરીયા, સદગુરુ ડેરી ફાર્મ બાબુભાઈ વૈષ્‍ણવ, હરેશભાઈ દાવડા,ચંદ્રકાંતભાઈ ભીમજીયાણી અનિલભાઈ કોટક, રાજુભાઈ પોબારુ (પ્રમુખશ્રી રાજકોટ લોહાણા મહાજન) હસુભાઈ( મહાલક્ષ્મી ગરમ મસાલા) પ્રફુલાબેન, ગુલાબરાય મજેઠીયા, ભાવનાબેન ભોજાણી, હસુભાઈ રાચ્‍છ  વગેરે નામી અનામી દાતાશ્રીઓનો સહયોગ મળી રહ્યો હતો.

ભાટિયા વિદ્યાર્થી ભવન ટ્રસ્‍ટ તરફથી હંમેશા માટે ગ્રાઉન્‍ડ નિઃશુલ્‍ક  ઉપયોગ કરવા આપવામાં આવે છે. શંકર મંડપ સર્વિસ વાસણ તથા સમીયાણા ની વ્‍યવસ્‍થા, લાઇટ ડેકોરેશન રાજુભાઈ, સાઉન્‍ડ સિસ્‍ટમ વસંત સાઉન્‍ડ સર્વિસ, વિડીયો ફોટોગ્રાફી સંજયભાઈ જીવરાજાની, ધનેશભાઈ જીવરાજાનીનો સહઅયોગ મળેલ.

 મુખ્‍ય આયોજક શ્રી  જગદીશભાઈ ભોજાણી, ભરતભાઈ કોટક, હેમુભાઇ પરમાર અશ્વિનભાઈ બુધ્‍ધદેવ,  કાનાભાઈ માણેક, મનોજભાઈ લાલ, રાકેશભાઈ પોપટ,તેજાભાઈ સાકરીયા ચંદુભાઈ રાચ્‍છ, કાર્યકર્તા ટીમ પ્રફુલભાઈ કારીયા, હર્ષદભાઈ કોટક, રાજુભાઈ કારિયા, જયભાઈ કોટેચા, જનુભાઈ કોટક, પરેશભાઈ પંડ્‍યા, રવિભાઈ લાલ, અશોકભાઈ દવે, નરોત્તમભાઈ, મૌલિકભાઈ દવે, સંજયભાઈ દવે, મુકેશભાઈ ઠકરાર, ચંદુભાઈ લાલ, હરીશભાઈ રાઠોડ , અશોકભાઈ પંડ્‍યા, પ્રતાપભાઈ બુધ્‍ધદેવ,  સુરેશભાઈ રાઠોડ, ગોરધનભાઈ જવરાણી, શરદભાઈ પોપટ, જીતુભાઈ પાંધી, દિલીપભાઈ કારિયા,  શૈલેષભાઈ આહિયા, રસિકભાઈ, ફેનિલભાઈ રાઠોડ

 દીપકભાઈ દવે,મહેન્‍દ્રભાઈ મહેતા, રાજુભાઈ (લાબેલા), ધનેશભાઈ જીવરાજાની ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૩ મહિલા મોરચો  પ્રસાદ પીરસવાની સેવામાં રહ્યાનું ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

(2:11 PM IST)