તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો માટે રાજકોટમાં બે દિવસીય નેશનલ લીગલ સેમિનારનું આયોજન
આગામી તા. ૮ અને ૯ બે દિવસીય રાજકોટમાં મેગા ઇવેન્ટઃ સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો સહિત રાજકોટના જયુડીશ્યલ ઓફીસરો ઉપસ્થિત રહેશેઃ કાયદાના જુદા જુદા વિષયો ઉપર માર્ગદર્શન અપાશેઃ મુખ્યમંત્રી-કાયદામંત્રી, ગુજરાત બાર કાઉ.ના ચેરમેનને પણ આમંત્રણ પાઠવાયુઃ વર્ષો બાદ રાજકોટમાં યોજાનાર નેશનલ સેમિનાર અન્વયે વકીલોમાં અનેરો ઉત્સાહઃ રપ૦૦ સીટોનું રજીસ્ટ્રેશન ફુલ થઇ જતાં નવી નોંધણી બંધ કરાઇઃ રાજકોટના આંગણે સોનેરી અવસર

રાજકોટઃ આગામી તા. ૮ અને ૯ ના રોજ બાર એસો. દ્વારા નેશનલ લીગલ સેમિનારનું આયોજન થયેલ છે. આજે ‘અકિલા'ની શુભેચ્છા મુલાકાતે આવેલ બાર.એસો.ની ટીમે સેમિનાર અંગે માહિતી આપી હતી. પ્રસ્તૃત તસ્વીરોમાં ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે બાર. કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના કો. ચેરમેન દિલીપભાઇ પટેલ, રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઇ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા તેમજ જીતેન્દ્ર પારેખ, કેતન મંડ, પંકજ દોંગા, તુષાર દવે, અશ્વિન રામાણી, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માંકડીયા, પરેશભાઇ પાદરીયા, સંજય ડાંગર, કિશન રાજાણી સહિતના વકીલો દર્શાય છેઃ બાજુની તસ્વીરમાં વકીલોને અપાનાર ‘કીટ'નો ફોટો દશાર્ય છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ એમ.આર.શાહ, હાઈકોર્ટના જસ્ટીસશ્રીઓ, તેમજ જસ્ટીસ એસ.એચ.વોરા, રજીસ્ટ્રાર એસ.ડી.સુથાર, ડીસ્ટ્રીકટ જજશ્રી શાહ તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનનકુમાર મીશ્રા તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ ઉપસ્થિત રહેશે. ૨૫૦૦ સીટની કેપેસીટી ધરાવતા આ સેમિનારમાં વકીલોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોતા રાજકોટ જીલ્લા માટે પણ વકિલોનો ઘસારો જોતા રાજકોટ બાર એસો.એ વકિલો માટે રજીસ્ટ્રેન બંધ કરેલ હતું.
રાજકોટ બાર એસોસીએસન દ્રારા આગામી તારીખ ૮ અને ૯, નવેમ્બર ૨૦૨૫ના રોજ નેશનલ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા.૦૮/૧૧/૨૦૨૫ અને તા.૦૯/૧૧/૨૦૨૫, સવારના ૮:૩૦ કલાકે, લીગલ સેમીનારનું સ્થળ બંને દિવસ માટે બી.એ.પી.એસ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ સેમીનાર માટે રાજકોટ બાર એસોસીયેશના પ્રમુખ પરેશભાઈ મારૂની ટીમ, સી એમ. ભુપેન્દ્રભાઈ પટેલ, ડે. મુખ્યમંત્રી હર્ષ સંધવી, તથા કાયદા મંત્રી કૌશીકભાઈ વેકરીયા અને બાર કાઉન્સિલ ગુજરાતના ચેરમન જે.જે.પટેલ આ નેશનલ સેમીનારમાં બહોળી સંખ્યામાં વકીલો સૌરાષ્ટના ઈતીહાસમાં પ્રથમ વાર ઉપસ્થિીત રહેતા હોય માર્ગદર્શન આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.
સમ્રગ સૌરાષ્ટમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી આ પ્રકારનો લીગલ સેમીનાર થયેલો ન હોય, રાજકોટ શહેર અને જિલ્લાના વકીલોમાં એનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. રાજકોટ શહેર તથા જિલ્લાના તમામ બાર એસોસીએશનનો ટેલીફોનથી સંપર્ક કરેલ છે તેમજ રૂબરૂ લેખીત આમંત્રણ આપવા માટે બાર એસોસીએશનની ટીમ ગયેલ છે તેમજ જિલ્લાના દરેક બાર એસોસીએશનમાં અત્યારથી જ લીસ્ટ બનાવવાનું શરૂ કરી દીધેલ છે. વહેલા તે પહેલાના ધોરણે આ સેમીનારમાં વકીલોને રૂ.૧૦૦૦ ની ગીફટ તથા એક વર્ષના નવા વકીલોને રૂ. ૧૫૦૦ ની મેજર એકટ ફિમાં આપવામાં આવશે.
આ સેમીનારમાં બંને દિવસે ભાગ લેનાર તમામ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ વકીલ ભાઈ-બહેનોને આમંત્રણ આપેલ છે. આવો અદ્યતન સેમીનાર પ્રથમ સૌરાષ્ટ્રમાં થનાર હોય તેથી વકીલોમાં અનેરો ઉત્સાહ જણાય છે. દરેક વકીલોને કાયદાના પુસ્તકો સહિતની કીટ બાર એસો. દ્વારા આપવામાં આવશે.
આ લીગલ સેમિનારમાં રાજકોટ બાર એસોસીએસન દ્વારા અલગ અલગ કાયદાઓના વિષય ટોપીક ઉપર બે દીવસીય ‘‘નેશનલ લીગલ સેમીનાર'નું આયોજન કરવામાં આવેલ છે.
આ સેમીનાર સફળ બનાવવા માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવેલ છે જેમાં પરેશ મારૂ, સુમીત વોરા, જીતેન્દ્ર પારેખ, કેતન મંડ, પંકજ દોગા, રક્ષાબેન ઉપાઘ્યાય, તુષાર દવે, અશ્વિન રામાણી, મુનીષ સોનપાલ, નિકુંજ શુક્લ, પ્રગતી માંકડીયા, પેરશ પાદરીયા, સંજય ડાંગર, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, કિશન વાલવા, સુરેશભાઈ સાવલીયા, દીલીપ જોષી, કેતન દવે, વિશાલ ગોસાઈ, જયેન્દ્ર ગોડલીયા, બીમલ જાની, પ્રકાશસિંહ ગોહેલ, હરેશ પરસોંડા, ખીલન ચાંદ્રાણી, સ્તવન મહેતા, હસમુખ ગોહેલ, હિમાલય મીઠાણી, નીલેશ અગ્રાવત, કપીલ શુકલ, ધર્મેશ સખિયા, હિતેશ દવે, વીમલ ડાંગર, વિરેશ વ્યાસ, ઈન્દુભા ઝાલા, દીલીપ મહેતા, પ્રિયાંક ભટ્ટુ, અજય ચૌહાણ, રવી વાઘેલા, વીજય તોગડીયા, હિરેન દવે, રાજેશ ડાંગર, કરણ ગઢવી, કૌશલ વ્યાસ, સુનીલ વાઢેર, પ્રશાંત લાઠીગ્રા, અભય બારોટ, ચેતન પજવાણી, યોગેશ ઉદાણી, આર.ડી.ગોહીલ, નીશાંત જોષી, ઋતુરાજસિંહ ઝાલા, નયનાબેન ચૌહાણ, બીનલબેન રવેશીયા, મહેશ્વરીબેન ચૌહાણ, શીવાનીબેન પ્રજાપતી, સ્મીતાબેન અત્રી, વંદનાબેન પોપટ, પિયુષ ઝાલા, જીજ્ઞેશ સખીયા, અલ્પેશ પોકિયા સહિતની ટીમ ખડેપગે રહી કાર્યરત રહેલ છે.
રાજકોટમાં આ ઐતિહાસીક નેશનલ લીગલ સેમિનારનું આયોજન સફળ બનાવવા માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન દીલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ બાર એસોસીયેશનના તમામ હોદ્દેદારો તથા સીનીયર-જુનીયર એડવોકેટો જહેમત ઉઠાવી રહેલ છે.
આ ઐતિહાસિક સેમીનારના સાક્ષી બનવા માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બરો તથા ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બરો હાજર રહેશે. તેમ ‘‘અકિલા''ની મુલાકાત આવેલ બી.સી.આઇ. દિલીપભાઇ પટેલ બાર એસો.ના પ્રમુખ પરેશભાઇ મારૂ તેમજ અન્ય હોદેદારોએ માહિતી આપતા જણાવ્યું હતું.
૧. ક્રિમીનલ ટ્રાયલ રાજેન્દ્રભાઈ ત્રીવેદી-સીનીયર એડવોકેટ એન્ડ એકસ લો
મિનિસ્ટર - ગુજરાત રાજય
ર. સીવીલ પ્લીડીંગ મેહુલભાઈ શાહ-સીનીયર કાઉન્સીલ-ગુજરાત હાઈકોર્ટ
૩. આર્બીટ્રેશન એ કન્સીલેશન એકટ નવીનભાઈ પાહવા-સીનીયર કાઉન્સીલ-સુપ્રીમ કોર્ટ
૪. હિન્દુ સેકશન એકટ ઉદયનભાઈ વ્યાસ-સીનીયર કાઉન્સીલ-ગુજરાત હાઈકોર્ટ
૫. સી.પી.સી. ઓડર-૭ રૂલ્સ ૧૧ અમરભાઈ ભટ્ટ-સીનીયર કાઉન્સીલ-ગુજરાત હાઈકોર્ટ
૬. ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ એમ.આર.શાહ સાહેબ - ફોર્મર જસ્ટીસ - સુપ્રીમ કોર્ટ
૭. ફેમીંગ ઓફ ઈસ્યુ એ એવીડન્સ એસ.જે.ઠાકર સાહેબ - જસ્ટીસ-ગુજરાત હાઈકોર્ટ
૮. હેરશીપ, પ્રોબેટ એ લેટર ઓફ અસિમભાઈ પંડયા-સીનીયર કાઉન્સીલ-ગુજરાત હાઈકોર્ટ
એડમિનિસ્ટ્રેશન
૯. આર્ટ ઓફ એડવોકેસી ફોર એસ.એચ.વોરા -ફોર્મર જસ્ટીસ- ગુજરાત હાઈકોર્ટ
રીડયુસ લીટીગેશન બાય લીગલ વે
૧૦. ધ ડીઝીટલ એડવોકેટ લો ઈન ધ્રુવભાઈ ટોળીયા -એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ
ધ એઈજ ઓફ આર્ટીફીસીયલ
ઈન્ટેલિજન્સી(એ.આઈ)
૧૧. ઈલેક્ટ્રોનીક એવીડન્સ આલોકભાઈ ઠક્કર એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા
ઉપરોકત વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

(2:13 PM IST)










