<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

મુખ્‍યમંત્રી અને અન્‍ય મંત્રીઓને મળતા પ્રવીણાબેન 'રંગાણીઃ રાજકોટ જિલ્લાના પ્રશ્નોની રજુઆત

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીએ મુખ્‍યમંત્રી રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને અન્‍ય મંત્રીઓની ગાંધીનગરમાં શુભેચ્‍છા મુલાકાત લીધેલ આ પ્રસંગે પ્રમુખના અંગત મદદનિશ વિશાલ રાંક પણ સાથે રહયા હતા.

રાજકોટ, તા. પઃ ગુજરાતના વિકાસની યાત્રા માં રાજકોટ જિલ્લાને આગળ વધારવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ તાજેતરમાં ગાંધીનગર સ્‍વર્ણિમ સંકુલ - નવા સચિવાલય ખાતે માન.મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને નવનિયુક્‍ત મંત્રીશ્રીઓ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી. આ મુલાકાત દરમ્‍યાન જિલ્લાના પંચાયત, સિંચાઈ, શિક્ષણ, રસ્‍તા, નાણાકીય, પ્રવાસન અને અન્‍ય વિભાગો સાથે સંકળાયેલા વિકાસકાર્યો અંગે રજૂઆતો કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રી અને નવનિયુક્‍ત મંત્રીશ્રીઓ એ રજૂઆત કરેલા કામો મંજૂર કરી જિલ્લાના વિકાસને વધુ વેગ આપવા રાજ્‍ય સરકારના પૂર્ણ સહયોગની ખાતરી આપી.

કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને પંચાયત મંત્રી (રાજ્‍યકક્ષા) શ્રી સંજયસિંહ મહિડા ને ૧૫મી નાણા પંચ ૨૦૨૫-૨૬ની ગ્રાન્‍ટ માટેની માંગણી અને જિલ્લાની કુલ ૨૭ આધાર કાર્ડ કીટ્‍સને એક્‍ટિવ કરવાની રજૂઆત અને પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ને સિંચાઈ વિભાગને લગત રજૂઆતો જેમકે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના સ્‍ટાફની ઘટ્ટ ની પુર્તતા કરવા માટે અને સૌની યોજના અંતર્ગત વિવિધ લિંકના કામોને ઝડપી શરૂ કરવા માટે વિગતવાર રજૂઆત કરી.

શિક્ષણ ક્ષેત્રના મુદ્દાઓ પર શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા અને રાજ્‍ય કક્ષા મંત્રી રિવાબા જાડેજા સાથે મુલાકાત દરમ્‍યાન શિક્ષણ વિભાગના શાળાઓ માં ઘટતા ઓરડા ની મંજૂરી, શિક્ષણ વિભાગ માં સ્‍ટાફ ઘટ્ટની પૂર્તતા કરવા અને ઔદ્યોગિક હબ બનવા તરફ અગ્રેસર કુવાડવા ગામે આસપાસ ના લોકો ને ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે દૂર સુધી જવું ન પડે તે માટે નવી કોલેજના નિર્માણ માટેની મંજૂરી અંગે રજૂઆત કરી.પંચાયત મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાથે વન અને પર્યાવરણ મંત્રી  શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા ને કુવાડવા નજીક ‘નમો વડ વન' ની આસપાસ કમ્‍પાઉન્‍ડ વોલ ના નિર્માણ અંગે રજૂઆત કરી આ પ્રોજેક્‍ટ પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન બેલ્‍ટ વિસ્‍તારને મજબૂત કરશે, જે જિલ્લાના પર્યાવરણીય વિકાસમાં મહત્‍વનું યોગદાન આપશે.

માન.રાજ્‍યકક્ષા મંત્રીશ્રી કૌશિક વેકરિયા સાથે પણ શુભેચ્‍છા મુલાકાત કરી જિલ્લાના વિકાસ કાર્યો માટે રજૂઆતો કરી હતી.

(2:24 PM IST)