<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

જિનાલયો - સંઘોમાં શત્રુંજય ભાવયાત્રા

 

રાજકોટઃ ગઇકાલે ચોમાસી ચૌદસ એટલે કે જૈન શ્‍વેતામ્‍બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહૂતિ થઇ છે. આજે બુધવારે જૈન સાધુ-સાધ્‍વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થાય છે. ચાર મહિના સુધી એક સ્‍થળે સ્‍થિરતા બાદ વિહાર શરૂ થશે. આજે કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે. જેને જૈન ધર્મ અનુસાર ‘ચાતુર્માસ પરિવર્તન' કહેવામાં આવે છે. ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે  શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે. જેનો પ્રારંભ કારતક સુદ-પુનમનાં દિવસથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમના દિવસે પાલિતાણા ન જઇ શકે તેઓ પોત - પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરે છે. જેને શત્રુંજય તીર્થની ભાવયાત્રા કહેવામાં આવે છે. શહેરના મણીયાર દેરાસર ખાતે શત્રુંજય પટ્ટદર્શન કરતા ભાવિકો દર્શાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:25 PM IST)