<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

પત્‍નિના સતત ઝઘડાઓથી કંટાળી જઇ રેલનગરના વિજયભાઇએ ફિનાઇલ પીધું

 

રાજકોટ તા. ૫: રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતાં વિજયભાઇ જીવરાજભાઇ વાડોલીયા (ઉ.વ.૫૦) સવારે ઘરે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

વિજયભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટા છે. તેણે જણાવ્‍યું હતું કે પત્‍નિ સાથે ત્રણેક વર્ષથી કલેશ ચાલે છે અને વારંવાર ઝઘડા કરી પત્‍નિ ઘરમાંથી કાઢી મુકે છે અને પોલીસને જાણ કરે છે. આ કારણે પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આંચકીની બિમારીને કારણે સેજલબેનની ફાંસો ખાવા કોશિષ

ગંજીવાડા શેરીન ં. ૫૧માં દલિતનગરમાં રહેતી સેજલબેન કિશોરભાઇ વાળા (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ ઘરે ગળાફાંસો ખાવાની કોશિષ કરતાં પરિવારજનો જોઇ જતાં બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. સેજલબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક મહિનાનો દિકરો છે.  આંચકીની બિમારીને કારણે પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(3:53 PM IST)