તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
ગોંડલ રોડ પર ‘હિટ એન્ડ રન': લોહાનગરના શાંતાબેનનું મોત
ચા પીવા જતાં હતાં ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૫: હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ગોંડલ રોડ પર અજાણ્યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં લોહાનગરના મહિલાનું મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ લોહાનગરમાં ઇકબાલ ચોકમાં રહેતાં શાંતાબેન પોપટભાઇ નાવડીયા (ઉ.વ.૫૮) નામના મહિલા ગોંડલ રોડ પર લિજ્જત પાપડ પાસે ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યો વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મહિલાને સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ હયાત નથી. પોતે ઘરેથી ચાલીને નજીકમાં હોટલે ચા પીવા જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
(3:53 PM IST)










