<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

જીવરાજાની પરિવાર દ્વારા શુક્રવારથી શ્રીમદ્‌ ભાગવત રસામૃતમ

પિતૃઓના મોક્ષાર્થે આયોજનઃ નૃસિંહ પ્રાગટય, વામન પ્રાગટય, શ્રી રામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મ, માખણ ચોરી લીલા, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે

રાજકોટઃ જીવરાજાની પરિવાર પિતૃના મોક્ષાર્થે સમુહ પાટલા શ્રીમદ ભાગવત રસામૃતનો કેસરીયા વાડી, કાલાવડ રોડ ખાતે તા.૭/૧૧ શુક્રવારથી તા.૧૩/૧૧ સુધી શાસ્‍ત્રીજી શ્રી ભાવેશભાઈ પંડયાના જ્ઞાન પ્રેરક વાણી દ્વારા ભાગવત કથાનું રસમાધુર્ય પાન કરાવશે.

તા.૭ના શુક્રવારે સંકિર્તન મંદિરેથી વાજતે-ગાજતે પોથીયાત્રાનો પ્રારંભ થશે. જે કેશરીયાવાડી ખાતે પહોંચશે. તા.૮ના શનિવારે સુંદરકાંડના પાઠ રાખેલ છે.

કથાનો સમય સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪ થી ૭:૩૦ રહેશે. પૂ.શાસ્‍ત્રીજી ભાવેશભાઈ પંડયાના સાનિધ્‍યમાં તા.૯ના રવિવારે સાંજે ૭ કલાકે શ્રી નૃસિંહ પ્રાગટય, તા.૧૦ સોમવારે સવારે ૧૦:૩૦ શ્રી વામન પ્રાગટય, બપોરે ૧૨:૩૦ શ્રી રામ જન્‍મ, સાંજે ૫:૩૦ શ્રી કૃષ્‍ણ જન્‍મ નંદમહોત્‍સવ, તા.૧૧ મંગળવાર સાંજે ૭ કલાકે માખણચોરી લીલા, તા.૧૨ બુધવાર બપોરે ૧૨:૩૦ શ્રી ગોવર્ધન લીલા અન્નકોટ દર્શન, સાંજે ૬ કલાકે રૂક્ષમણી વિવાહ, તા.૧૩ ગુરૂવાર સવારે૧૧ વાગ્‍યે સુદામા ચરિત્રનો પ્રસંગ ઉજવાશે. ભાવિકોને સંગીતમય કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં જીવરાજાની પરિવારના નયનભાઈ મો.૯૪૨૭૨ ૮૪૮૪૦, વિજયભાઈ, અરૂણભાઈ, કલ્‍પેશભાઈ, ભાવેશભાઈ, વિશાલભાઈ અને જીતેનભાઈ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:26 PM IST)