<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ગુરૂવારથી ‘અકિલા'માં ઓશોની વિશેષ કોલમ ‘ધન અને ધ્‍યાન' પ્રસિધ્‍ધ થશે

 

ઓશોના ‘મહાગીતા' નામે સુપ્રસિધ્‍ધ  થયેલા અષ્‍ટાવક્ર-સંહિતા પરના અમૃત  પ્રવચનો માંથી ‘ધન અને ધ્‍યાન' પર ઉદ્દગારોનું સંકલન છે. ઓશોની દ્રષ્‍ટિએ ધન માત્ર વિનિમયનું  સાધન ન  રહેતા, ભૂતકાળના ભયથી છૂટવાનું અને ભવિષ્‍યની સુરક્ષાને  પકડવાનું સાધન બની ગયું છે, આજ કારણે જેટલું ધન વધુ તેટલો ભય વધુ અને તેથી ભવિષ્‍ય માટે  ધન પરની પકકડ વધુ-વાસ્‍તવિક સાધક જયા સુધી ધનનું  યોગ્‍ય મૂલ્‍ય સમજે નહી ત્‍યાં સુધી આધ્‍યાત્‍મના આંગણમાં પ્રવેશ  શકય નથી 

રાજકોટઃ છેલ્લા ર૮ વર્ષોથી રાજકોટના લોકપ્રિય સાંધ્‍ય દૈનિક અકિલામાં દર સોમવાર તથા ગુરૂવારે સમ્‍યક સંબુધ્‍ધ રહસ્‍ય દર્શી સદગુરુ ઓશોની વિવિધ વિષયો પરની કોલમ લોકોની માંગણીને અનુલક્ષીને પ્રકાશીત કરવામૉ આવે છે. જેના અનુસંધાને હાલમાં વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧ર ધ્‍યાન વિધિઓની કોલમ સવા વર્ષ ચાલી પુરી થાય છે. અને નવી કોલમ ‘ધન અને ધ્‍યાન' હવેના દર સોમવાર તથા ગુરૂવારના અંકમાં પ્રસિધ્‍ધ થશે.

ઓશો માટે ઓશો પ્રેમી શ્રી સુરેશ દલાલ કહે છે કે વીસમી સદીની થોડી વિભૂતિઓની વાત કરીએ તો એમાં ઓશોનું નામ લેવું જ પડે એટલું મોટુ એમનું અર્પણ છે. એમણે લખ્‍યુ નથી, પણ એ સતત બોલતા રહયા છે, ઓશોના પ્રવચનોમા઼ એક પ્રકારની મોહિની છવાયેલી છે, ઓશો વતર્ન જુદી જુદી રીતે અભિવ્‍યકત કરે છે. કયારેક કોઇ કથા કે દ્રષ્‍યંત દ્વારા કે કયારેક કાવ્‍યપંકિતઓ દ્વારા વાતને કલાત્‍મક રીતે રજુ કરી શકે છે.

વીસમી સદીનો મોટામાં મોટો રોગ  એ ધન છે, ધન તમને સાધન અને સગવડતા    આપશે, પણ આ બધુ બાહય છે આપણી કરૂણતા એ છે કે આપણે સાધન અને સગવડતાનું સુખ સાથે સમીકરણ કરતા આવ્‍યા છીએ. ધન એ રોગ છે, એને માટેનો અતિરાગ માણસને બેચેન કરી મુકે છે. પણ કોણ જાણે કેમ માણસને આ જાતની બેચેની વિના ચેન પડતું નથી કોઇકે કહયુ હતું કે DISEASE એટલે શું ? જયારે તમે EASE ન અનુભવી શકો એ DISEASE  છે ઓશોનો મુખ્‍ય સૂર એ છે કે ધનનું મહત્‍વ છે, પણ એનું આધળું મમત્‍વએ માણસને હતો ન હતો કરી મુકે છે. આપણે બધા મંદિરની અંદર કે મંદિરની બહાર ભિખારી જેવા જ છીએ. ગમે તેવો ગર્ભશ્રીમંત હોય પણ એની ભૂખ કદીયે સમતી નથી અને છેવટે તો એ ગર્ભદરિદ્ર જ રહે છે. 

ઓશો કહે છે કે મારી પાસે લોકો આવે છે અને પૂછે છે કે જો અમે ધ્‍યાન કરીશું તો સુખ-સંપતિ મળશે ? હવે આવી વ્‍યકિત ધ્‍યાન કઇ રીતે કરશે ? તે તો સુખ-સંપતિની ઇચ્‍છા ને કારણે જ ધ્‍યાન કરવા માંગે છે, આવી વ્‍યકિત જયારે ધ્‍યાન કરવા બેસે અને જો તેના મનમાં સુખ-સંપતિના વિચાર આવવા લાગે તો તેમાં આヘર્ય શું ? મારી પાસે એવા લોકો પણ આવે છે અને પુછે છે કે અમે ધ્‍યાન તો કરીશું પરંતુ ધ્‍યાનથી ફાયદો શો થશે ? તેમનો પ્રશ્‍ન તમે સમજયા ? તેઓ ઇચ્‍છે છે કે ધ્‍યાન દ્વારા પણ ‘બેન્‍ક બેલેન્‍સ' ફાયદો લાભ થાય ધ્‍યાનથી થશે શું ? તેમના જીવનમાં એવી કોઇ વાત નથી હોતી જે તેઓ ‘સ્‍વાતં સુખાય' માટે કરી શકે. 

ઓશો માટેની વિશેષ કોલમ છેલ્લા ર૮ વર્ષોથી અકિલા પ્રકાશીત કરી રહયું છે તેના બદલ ઓશો પરિવાર અકિલાનો અંતકરણ પૂર્વક આભાર માની રહયો છે.  સ્‍વામિ સત્‍ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬

(3:47 PM IST)