તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા ૧૪મીએ રાસોત્સવ
આ વખતે નવરાત્રીમાં વરસાદના લીધે બાકી રહેલા દશેરા મહોત્સવનું જ્ઞાતિજનો માટે આયોજન : ગાયકો પૂનમબેન ગોંડલીયા, વિશાલ વરૂ અને તેની ટીમ સાથે ખેલૈયાઓને ડોલાવશેઃ ટીવી, વોશીંગમશીન, ઓવન, ટ્રોલીબેગ સહિત કુલ ૨૫૬ ઇનામોની વણઝારઃ પાસ વિતરણ ચાલુઃ નરેન્દ્રભાઇ સોલંકી

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ માં ભગવતીની આરાધના કરવા માટે નવરાત્રી મહોત્સવના પાવન પ્રસંગ ઉજવવા માટે તેમજ માં ભગવતીની આરાધના કરવા માટે સમગ્ર જ્ઞાતીના ભાઇઓ, બહેનો, માતાઓ, વડીલો, યુવાનો તેમજ બાળકો માટે શ્રી ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ નું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય તેમજ દિવ્યાતિ દિવ્ય ધુમ ધમાકેદાર આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવ તા. ૧૪-૧૧ શુક્રવારના રોજ સાંજે ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી શ્રી જીવરાજ ફાર્મ, શ્રી જીવરાજ પાર્ક, અંબીકા ટાઉનશીપ, રાજકોટ ખાતે યાજાશે.
દરેક ખેલૈયાઓએ પ્રથમ રાઉન્ડની શરૂઆત સાંજે ૭ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે અને ત્યારથી જ સિલેકશન કમીટી દ્વારા સિલેકશન ની શરૂઆત થઇ જશે. પ્રિન્સ, પ્રિન્સેસ, કિડસ પ્રિન્સ, કિડસ પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સ, વેલડ્રેસ પ્રિન્સેસ, કિડસ વેલડ્રેસ પ્રિન્સ, કિડસ વેલડ્રેસ પ્રિન્સેસ તેમજ ૨૩૨ પ્રોત્સાહીત પુરસ્કાર ઈનામો કુલ મળી ૨૫૬ નંગ આપવામાં આવશે,
સમાજના દરેક દિકરા-દિકરીઓ, બાળકો તેમજ વડીલો માટે પાસની વિતરણ વ્યવસ્થાઓ શ્રી. ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય ગોપીનાથ કોમ્પલેક્ષ, ગાયત્રી નગર મેઈન રોડ ખાતેથી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ તેમજ સાંજે ૫ થી ૭ દરમિયાન પાસે આપવામાં આવી રહયાં છે. પાસ લેવાં આવનાર દરેક વ્યકિત એ પોતાનું આધારકાર્ડની ઝેરોક્ષ સહી વાળી સાથે આપવાની રહેશે. આ કાર્યક્રમ ફક્ત રાજકોટ શહેરમાં રહેતા શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના લોકો માટે હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ વર્ષે ગુ.ક્ષ. કડીયા જ્ઞાતી સમાજના સર્વે દાતાઓનું સન્માન કરવામાં આવેલ. પ્રખ્યાત ગાયક કલાકાર પુનમબેન ગોંડલીયા, વિશાલભાઈ વરૂ તેમજ વિશાળ ઓરકેસ્ટ્રા તેમજ અધ્યતન સાઉન્ડ સીસ્ટમ તેમજ આકર્ષીત લાઈટીંગ, વિશાળ સ્ટેજ, ચુસ્ત સીક્યુરીટી તેમજ નિષ્પક્ષ નિર્ણાયકો દ્વારા પ્રિન્સ-પ્રિન્સેસની યોગ્ય પસંદગીઓ દર વર્ષે કરવામાં આવે છે. તમામ ખેલૈયાઓએ નવરાત્રી રમવા માટે ટ્રેડીશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત રહેશે. ટ્રેડીશનલ ડ્રેસ વગર કોઈપણ ખેલૈયા ભાઇઓ-બહેનોને રમવા માટેના ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહિ જેની દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી.
નવરાત્રી મહોત્સવની શુભશરૂઆત સાંજે ૬ થી રાત્રના ૧૦ કલાક સુધી માં ભગવતીની પ્રાર્થનાથી થશે અને પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે દરેક ખેલૈયાઓએ પ્રથમ રાઉન્ડથી જ ફરજીયાત પણે રમવાનું રહેશે. ત્યારબાદ મેદાન ઉપર રમવા આવનાર ખૈલેયાઓ ઇનામ માટેના હકદાર રહેશે નહીં. જેની સર્વે જ્ઞાતિ જનોએ તેમજ ખૈલયાઓએ નોંધ લેવી.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતી સમસ્ત, રાજકોટ દ્વારા આ એક દિવસ ના નવરાત્રી મહોત્સવમાં મહત્વનું આકર્ષણ એકલે કે ફક્ત ઈનામો જ નહી પરંતુ સંપૂર્ણ પણે સુરક્ષીત પારીવારીક માહોલ ઉભો થાય અને કુટુંબની દરેક બહેનો દીકરીઓ પણ આ કાર્યક્રમનો લાભ લઈ શકે તે માટે હોવાનું યાદીમાં જણાવાયું છે.
એક દિવસીય રાસોત્સવના પાસનું ફકત અને ફકત ટોકન દરે થી આગામી દિવસોમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ કાર્યાલય ગોપીનાથ કોમપ્લેક્ષ, જીવરાજ હોસ્પિટલ નીચે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી મળી શકશે. રાજકોટ શહેરમાં વસતા દરેક જ્ઞાતિજનોએ પોતાનું આધાર કાર્ડની ઓરીજલ કોપી દેખાડવા માટે તેમજ ઝેરીક્ષ નકલ પોતાની સહી વાળી આપવાની રહેશે. તેમજ સરકારશ્રીના આદેશ મુજબ રાસોત્સવ સ્થળ પર રમવા આવતી વખતે પણ દરેક ખેલૈયાઓએ પોતાનુ ઓરીજનલ આધાર કાર્ડ પણ સાથે રાખવુ ફરજીયાત છે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના દરેક જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં રાસોત્સવનો લાભ લેવા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી (મહંત શ્રી નરેન્દ્રભાપુ ગુરુશ્રી જીવરાજબાપુ) (મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
(11:06 AM IST)










