તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Thursday, 6th November 2025
રાજકોટ યાર્ડમાં મગફળીની ૬૦ હજાર ગુણી અને કપાસની ર૭પ૦૦ મણની જંગી આવક
સરકારની સહાય-ટેકાની ખરીદી પૂવે ખેડૂતો ‘રોકડી'ના મુડમાં

રાજકોટ, તા. ૬: રાજય સરકાર દ્વારા ખેડૂતોને માવઠાના નુકશાન અંગે પેકેજ જાહેર કરાઇ તે પૂર્વે અને ટેકા ભાવે મગફળી સહિતના ખરીફ પાકોની ખરીદી શરૂ થાય તે પૂર્વે ખેડુતો રોકડી કરવાના મુડમાં હોય તેમ યાર્ડમાં મગફળી, કપાસ સહિતના ખરીફ પાકો જંગી માત્રામાં ઠાલવી વેચાણ કરી રહયા છે. રાજકોટ યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૧ર૦૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી જેમાં મગફળીની ૬૦૦૦૦ મણ, સોયાબીનની ર૭૦૦૦ મણ, કપાસની ર૭પ૦૦ મણ, ઘઉંની ૭પ૦૦ મણ, ચણા ૮પ૦૦ મણ, લસણ ૬૦૦૦ મણ, મગ ૬૦૦૦ મણ, સફેદ તલ ૧૦પ૦૦ મણ, સીંગફાડા ૮૦૦૦ મણ, જીરૂ ર૭૦૦ મણ તથા કાળા તલ ર૩૦૦ મણની આવકો થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા તમામ ડીરેકટરો દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે સીઝન પુર્વે જ સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે ખેડુતોના પાકને જંગી નુકશાન થયુ છે. સરકાર દ્વારા અપાનાર રાહત પેકેજ તરફ ખેડુતોની મીટ મંડાય છે ત્યારે ખેડુતો જે ખરીફ પાક માવઠામાંથી બચી ગયો છે તેને તૈયાર કરી યાર્ડમાં વેચાણ કરી રોકડી કરી રહયા છે. મગફળી સહીતના પાકોનું ટેકાના ભાવે રાજય સરકાર દ્વારા ખરીદ થાય તે પુર્વે જ બીયારણ, દવા અને ખાતર સહીતના ખર્ચના બાકી રૂાપીયા ચુકવવા માટે ખેડુતો વિવિધ જણસીઓનું યાર્ડમાં વેચાણ કરી રહયા છે.
(2:18 PM IST)










