<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

વોર્ડ-૬માં નવી વોર્ડઓફીસ સહિત વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્‍ય ઉદય કાનગડ

 

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા-૬૮માં વોર્ડ-૬ માં કબીરવન આરોગ્‍ય કેન્‍દ્રથી આગળ નવી વોર્ડઓફીસ બનાવવાના કામનું તથા વિવિધ વિસ્‍તારમાં ડામર રી કાર્પેટラમેટલીંગ કામ કરવાના કામનું ખાતમુર્હુત ધારાસભ્‍ય ઉદય કાનગડના હસ્‍તે તથા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, કિશોરભાઈ રાઠોડ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં વોર્ડ-૬માં રૂા.૨.૪૫ કરોડના ખર્ચે નવી વોર્ડઓફીસ, એકશન પ્‍લાન અંતર્ગત રૂ.૧.૬૬ કરોડના ખર્ચે મહેશનગર વિસ્‍તારમાં ડામર રી કારપેટ કામ, રૂા. ૫૦ લાખના ખર્ચે જલગંગા ચોક વિસ્‍તારમાં ડામર રી કારપેટ કામ, રૂા. ૫.૧૩ કરોડના ખર્ચે બ્રાહમણીયાપરા-૭, શિવપેલેસ હોટલ-૨ વાળી શેરી વિસ્‍તારમાં ડામર રી કારપેટ કામ તથા રૂા. ૫૦ લાખના ખર્ચે પરશુરામ ઈન્‍ડસ્‍ટ્રીઝથી સફારી પાર્કને જોડતા રસ્‍તા પર મેટલીગ કામ કરવાના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. આ તકે ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા ઘ્‍વારા શહેરના દરેક વોર્ડમાં વિકાસકાર્યોને વધુ અસરકારક રીતે અમલી બનાવવા માટે વોર્ડઓફીસો કાર્યરત કરવામાં આવે છે ત્‍યારે નાગરિક સુવિધાઓને વધુ નજીક લાવવાનો અને લોકોની સમસ્‍યાઓને સ્‍થળ પર ઉકેલવાનો મુખ્‍ય હેતુ આ વ્‍યવસ્‍થાનો છે. નવી વોર્ડઓફીસની સુવિધાથી નાની-મોટી નાગરિક સમસ્‍યાઓ માટે સીધો સંપર્ક કરી શકાશે. સફાઈ, રસ્‍તા, પાણી, લાઈટ, જનસંપર્ક જેવી મૂળભૂત પ્રાથમિક જરૂરીયાતને લગતી સેવાઓ વધુ સુવ્‍યવસ્‍થિત બનશે. સાથોસાથ વોર્ડ-૬ના વિવિધ વિસ્‍તારોમાં લોકોની સુખાકારી માટે હાથ ધરાયેલ ડામર રી-કાર્પેટ કામથી વાહનવ્‍યવહાર સરળ અને સલામત બનશે. સ્‍વચ્‍છ, સમથળ અને મજબૂત રસ્‍તાઓના કારણે લોકોની સવારી વધુ આરામદાયક બનશે. આ ખાતમુર્હુત પ્રસંગે વોર્ડ-૬માં વિવિધ સ્‍થળોએ વોર્ડના કોર્પોરેટર ભાવેશ દેથરીયા, પરેશ પીપળીયા, મંજુબેન કુંગશીયા, વોર્ડ પ્રભારી રસીકભાઈ પટેલ, દુષ્‍યંત સંપટ, વોર્ડપ્રમુખ અંકિત દુધાત્રા, મહામંત્રી અનીલ ચૌહાણ, તેમજ દલસુખભાઈ જાગાણી, મિલન લીંબાશીયા, કિન્નરીબેન ચૌહાણ, રશ્‍મીબેન ટુડીયા, પરાગ મહેતા, ઘનશ્‍યામભાઈ કુંગશીયા, માલદેવસિહ ચુડાસમા, હરેશભાઈ ટુડીયા, દિગુભા ગોહિલ, પિન્‍ટુભાઈ રાઠોડ, ગૌતમ મોરવાડીયા, સુખદેવભાઈ ડોડીયા, ગોપાલભાઈ, હેમાંગભાઈ, કિરીટ જમોડ, રવી જાડા, ભનુભાઈ બોરીચા, નસીમબેન, હિનાબેન રાતોજા સાથે સ્‍થાનિક લતાવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:19 PM IST)