તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
લોધીકા પંથકના ખેતરોમાં સર્વે કામગીરી

ભાજપ સરકાર દ્વારા ખેડુતોને નુકશાન અંગેનો સર્વે કરાવવા આદેશો થતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે, જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયા, જિલ્લા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં પણ ખેતરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત લોધીકા તાલુકાના હરીપર (પાળ) ગામે રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી મનોજ રાઠોડ દ્વારા પાકમાં નુકશાની અંગે તાત્કાલીક સર્વે માટે ગ્રામ સેવકોને કામે લગાડવામાં આવ્યા હતા. રોજકામ કરી તમામ ખેડુતોના ખેતરમાં સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. ઉપસરપંચ ભીખુભાઇ ડાંગર, તલાટી બી. ડી. જાડેજા, ગ્રામ સેવક હાર્દીકભાઇ રાદડીયા, ગ્રામ પંચાયતના સભ્ય માંડણભાઇ લોખીલ, લાખાભાઇ રાઠોડ વગેરે આ મુલાકાતમાં સાથે જોડાયા હતા
(3:21 PM IST)










