News of Friday, 7th November 2025
સુરતથી ગાંજો લાવી રાજકોટમાં વેંચે એ પહેલા ત્રણ મિત્રો જયદિપ, મિલન, રણજીત
માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશઃ બે રિક્ષા ડ્રાઇવર અને વાળંદ કામનો કારીગર ઝડપાયા : પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ રાણીંગા અને ટીમની કાર્યવાહીઃ તૌફિકભાઇ મંધરા, ચાંપરાજભાઇ ખવડની બાતમીઃ ૫૫ હજારનો ગાંજો કબ્જ : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં રેલનગર લાબહાદુર શાષાી ટાઉનશીપ પાસે પટમાં દરોડોઃ મિલન ગોંડલનો વતની

રાજકોટ તા. ૭: શહેરમાં દારૂ સહિતના નશાની સાથે સાથે માદક પદાર્થનો નશો કરનારા પણ વધી ગયા છે. વધુ એક વખત પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં એસઓજીએ નાના મવા રોડ આવાસ ક્વાર્ટરના ગેઇટ પાસેથી શાહરૂખ નામના શખ્સને ગાંજા સાથે પકડયો હતો તેમાં તેના ભાગીદારનું નામ ખુલ્યું હતું. દરમિયાન હવે પ્ર.નગર પોલીસે રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપ સામેના પટમાં દરોડો પાડી ત્રણ મિત્રોને અડધા લાખના ગાંજા સાથે ઝડપી લીધા છે. સુરતથી આ ગાંજો લાવી પડીકીઓ બનાવી છુટક છુટક વેંચવાના હતાં. એ પહેલા પોલીસના હાથમાં આવી ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ યુવાધન નશાના રવાડે ન ચડે એ માટે નાકોટીક્સ પદાર્થનું વેંચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ ચાલી રહી હોઇ તે અંતર્ગત પ્ર.નગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. તોૈફિકભાઇ મંધરા અને ચાંપરાજભાઇ ખવડને બાતમી મળી હતી. તેના આધારે રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપ નજીક પટમાં દરોડો પાડી ત્રણ શખ્સોને ગાંજા સાથે પકડી લીધા હતાં. એફએસએલ અધિકારી મારફત પરિક્ષણ કરાવ્યા બાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રૂા. ૫૫૪૦૦નો ૧.૧૦૮ કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો. તેમજ સાત હજારના બે મોબાઇલ જપ્ત કર્યા હતાં.
ઝડપાયેલા શખ્સોની પુછતાછ થતાં પોતાના નામ જયદિપ અરવિંદભાઇ સિતાપરા (ઉ.વ.૨૧-રહે. સંતોષીનગર-૭, રેલનગર), મિલન ધીરેન્દ્રભાઇ જોટંગીયા (ઉ.વ.૨૫-રહે. ભોજરાજપરા, કુંભારવાડા, મામાદેવ મંદિર પાસે વોરાકોટડા રોડ-ગોંડલ) અને રણજીત છગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૧-રહે. સંતોષીનગર, ઠાકરબાપાના મંદિરવાળી શેરી, રેલનગર) જણાવ્યા હતાં. જયદિપ અને રણજીત રિક્ષા હંકારે છે અને મિલન વાળંદ કામ કરે છે. ત્રણેય મિત્રોને પૈસાની જરૂર હોઇ ગાંજો વેંચવાનું નક્કી કરી સુરતથી લાવ્યા હતાં અને પડીકીઓ બનાવી વેંચવા નીકળવા હોવાનું રટણ કર્યુ હતું. જો કે તે ગાંજો કોના મારફત લાવ્યા, અગાઉ આવી ખેપ મારી છે કે કેમ? તે સહિતની તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ જે. બી. રાણીંગા, હેડકોન્સ. મયુરરાજસિંહ જાડેજા, જે. એલ. વાવડીયા, કોન્સ. ચાંપરાજભાઇ ખવડ, તોૈફિકભાઇ મંધરા, વનરાજભાઇ બોરીચા, વિરેન્દ્રસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેશભાઇ મોણપરાએ આ કામગીરી કરી હતી.
(11:56 AM IST)










