<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

વોર્ડ નં.૧૩ના વિવિધ વિસ્‍તારોમાં ડામર રી-કાર્પેટીંગઃ ર.૧૩ કરોડનો ખર્ચ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩માં જુદા જુદા વિકાસ કામો રૂા. ૯૫ લાખના ખર્ચે રામનગર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાનું કામ,રૂા. ૪૦ લાખના ખર્ચે જે.ડી. પાઠક પ્‍લોટ તથા ગુણાતીતનગર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાનું કામ તથા રૂા. ૯૬.૪૫ લાખના ખર્ચે એસ.ટી. વર્ક-શોપ પાછળ ગીતાનગર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાનું કામ, આમ કુલ મળીને રૂા. ૨.૧૩ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૩ના જુદા જુદા વિસ્‍તારોમાં ડામર રી-કાર્પેટ કરવાના કામોનો પ્રારંભ  ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળાના વરદ્‌ હસ્‍તે કરવામાં આવેલ.  આ પ્રસંગે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, મહામંત્રી  વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, કોર્પોરેટરો સુરેન્‍દ્રસિંહ વાળા, નિતીનભાઇ રામાણી, જયાબેન ડાંગર તેમજ સોનલબેન સેલારા, વોર્ડ પ્રમુખ સંદિપભાઇ અંબાસણા, વોર્ડ મહામંત્રીશ્રીઓ ભરતભાઇ બોરીચા, નરશીભાઇ પટોડીયા, પુર્વ વોર્ડ પ્રમુખ  કેતનભાઇ વાઘાણી, પુર્વ કોર્પોરેટર  હરીભાઇ ડાંગર, વોર્ડ અગ્રણીઓ જીતુભાઇ સેલારા, સૈલેશભાઇ પડીયા, રાજભાઇ ઝાલા, શૈલેષભાઇ ડાંગર, મંગળાબેન સોઢા, નયનાબેન ગોહેલ, મનીષાબેન દોંગા, જસુબેન બોરીચા, મીન્‍ટુબેન પટેલ, અનીતાબેન વેગડ, નિરૂબેન ઉપાધ્‍યાય, ચંદ્રિકાબેન સેલાણી, લાભુબેન બારોટ તેમજ બહોળી સંખ્‍યામાં લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ. 

(2:26 PM IST)