તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
જિલ્લા પંચાયત કચેરીમાં ધુમ્રપાન, ગુટખા, પાન-ફાકી પર પ્રતિબંધનો આજથી અમલ
શાખાધિકારીઓને પહોંચ બૂક અપાઇઃ રૂા.૫૦૦ દંડ કરાશેઃ બોર્ડ લગાવાયા

રાજકોટ તા.૭: જિલ્લા પંચાયત કચેરી જુની કોર્ટ બિલ્ડીંગ સિવીલ હોસ્પિટલ ચોક ખાતે પાન, બીડી, ગુટખા વગેરેના સેવન પર પ્રતિબંધ લગાવવા તા.૧૩ ઓકટોબરથી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવેલ. વહીવટી તંત્રએ આજથી તેનો ચુસ્ત અમલ શરૂ કરાવ્યો છે. કચેરીમાં ભોંયતળિયે અને દરેક માળ પર ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. પંચાયતના કોઇ કર્મચારી કે મુલાકાતી નિયમનો ભંગ કરે તેને રૂા.૫૦૦ દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. દરેક શાખાધિકારીને દંડ વસુલવાની પહોંચ બૂક આપવામાં આવી છે. કોઇ વ્યકિત પંચાયત કચેરીના જે માળ કે ભાગમાં નિયમ ભંગ કરે ત્યાંનુ કાર્યક્ષેત્ર ધરાવતા અધિકારીને તેની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની જવાબદારી અને અધિકાર રહેશે.
જિલ્લા પંચાયતની ગઇ સામાન્ય સભામાં પંચાયતના અધ્યક્ષ પ્રવીણાબેન રંગાણીએ અધ્યક્ષ સ્થાનેથી જણાવેલ કે જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયત કચેરી - રાજકોટમા પાન, મસાલા, ધુમ્રપાન, માવા કે ગુટખાની કોઈપણ પ્રકારની બનાવટો પોતાની પાસે રાખવા કે સેવન કરવા અને થુંકવા પર પ્રતિબંધ મુકવા માટે આજની ખાસ સામાન્ય સભામાં ઠરાવ કરવામા આવે છે જેમા કચેરીના મકાનમા કે પરીસરમા કોઈ પણ સ્થળે જાહેરમા થુંકવા પર દંડ સુધીની જોગવાઈ કરવામા આવે છે, માત્ર દંડ વસુલવાની ભાવનાથી નહી પરંતુ લોકોના સામાજિક વર્તનમા પરીવર્તન લાવવા તથા લોકો તમાકુના સેવનથી દુર રહે અને તંદુરસ્ત જીવન જીવે તે અંગે જાગૃૃતિ આવે તે હેતુસર આ ઠરાવ કરવામા આવે છે.(૨.૧૬)
(2:51 PM IST)










