તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
પૈસા ચાહીએ કે પ્યાર ચાહીએ...: ફ્રેન્ડસ મ્યુઝીકલ ગ્રુપ-એ દ્વારા કાલે સંગીતનો નિઃશુલ્ક કાર્યક્રમ
૧૮ થી ર૦ ગાયકો અંદાજે ૪૦ ગીતો રજૂ કરશે, સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ ફ્રેન્ડસ મ્યુઝીકલ ગૃપ-એ ના ઓર્ગેનાઇઝર શ્રીમતી નીલાબેન હિંડોચા- ‘‘પૈસા ચાહીએ કે પ્યાર ચાહીએ''ના શીર્ષક થી ૮૧ મો પ્રોગ્રામ હેમુગઢવી મીની ઓડીટરીયલ ખાતે તા. ૮, શનિવારે રાત્રીના ૮ થી ૧૧ સુધી સુરીલા સીંગર્સ દ્વારા કારાઓકે મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેમાં ૧૮ થી ર૦ ગાયકો અંદાજે ૪૦ ગીતો રજૂ કરશે.
આ કાર્યક્રમમાં ગૃપના પ્રમુખ નવનીતભાઇ હિંડોચા, સહ આયોજક કમલેશભાઇ ભારદીયાના માર્ગદર્શન હેઠળ ડો. કિશોર રાઠોડ, ચંદ્રેશ ત્રેટિયા, સાયના સંઘી, ડો. વિનોદ ભટ્ટ, રાકેશકુમાર, નલીન આહયા, પુજા દતાણી, વિનોદ મકવાણા, દિનેશ સાતા, પ્રકાશ ચૌહાણ, મધુબેન ઠકકર, અતુલ કાલરિયા, ઇકબાલ મીર, યોગ પંડયા, જગદીશ સુરાણી, મનીષા આચાર્ય, કેતન માનસેતા, નરેન્દ્ર ઠકકર, નીતા ઉપાધ્યાય અને નીલાબેન હિંડોચાવિગેરે સંગીત પ્રેમીશ્રોતાઓનું મનોરંજન કરશે.
આ મ્યુઝીક કાર્યક્રમમાં નિઃશુલ્ક એન્ટ્રી છે. સંગીત પ્રેમીઓને આમંત્રણ અપાયું છે.
એન્કરીંગ જયેશ ગજજર કરશે કોરીયોગ્રાફર લીના શાહ ઉપસ્થિત રહેશે. સાઉન્ડ સિસ્ટમ આશીષ રાઠોડ સંભાળશે વિશેષ માહિતી માટે શ્રીમતી નીલાબેન હિંડોચા મો. ૯૪૨૬૭ ૮૫૦૯૯ નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા
(2:53 PM IST)










