<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

માધાપર સર્વીસ રોડ ઉપર શરીરની સર્વીસ નક્કી!

રાજકોટઃ શહેરમાં વિકાસની ગતી વધારવા તંત્ર-શાસકો દ્વારા વિવિધકામોની હારમાળા સર્જવામાં આવી રહી છે, ત્‍યારે નવા વિકસતા વિસ્‍તાર માધાપર જવા માટે વાહનચાલકોએ મસમોટા ખાડા અને ઉબડ ખાબડ રસ્‍તા ઉપરથી પસાર થવું પડી રહયું છે. માધાપર ચોક ખાતે જામનગર રોડને જોડતા ઓવરબ્રીજ પાસે સર્વીસ રોડ લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. આ સર્વીસ રોડ બન્‍યાના છ મહિનાની અંદર તુટી જતા ભારે હાલાકી વાહનચાલકો ભોગવી રહયા છે. કારનું વીલ પણ ગરક થઇ જાય તેટલા મોટા ખાડાઓ વાહન ચાલકોના શરીરની સર્વીસ કરી રહયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:14 PM IST)