News of Friday, 7th November 2025
કોઠારિયા ગામ પાસે દેશી દારૂ ભરેલી કાર સાથે અરવિંદ પકડાયો
પીસીબીના હેડ કોન્સ કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગૌસ્વામીની બાતમીઃ ર૦૦ લીટર દેશી દારૂ અને કાર મળી રૂા. ૧.૯૦ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા. ૭: શહેરના કોઠારિયા ગામ પાસેથી પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૪૦ હજારના દેશી દારૂ ભરેલી કાર સાથે હિંગોળગઢના શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કોઠારિયા ગામ સરદારનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં દેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની પીસીબીના હેડ કોન્સ કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગૌસ્વામીને બાતમી મળતા કોઠારિયા ગામ સરદારનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયા નારાયણ કાંટા પાસે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી રૂા. ૪૦,૦૦૦ ની કિંમતના ર૦૦ લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે અરવિંદ દડુભાઇ સાડમીયા (ઉ.વ. ર૦) (રહે. હીંગોળગઢ ગામ નવો પ્લોટ વિસ્તાર તા. વિંછીયા) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
(4:01 PM IST)










