<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાજકોટમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વકીલોનો ‘નેશનલ લીગલ સેમિનાર' યોજાયોઃ કાનુની વિષયો ઉપર માર્ગદર્શન

આજે શનિવાર અને કાલે રવિવાર બે દિવસ માટે યોજાયેલ સેમિનારમાં સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિવૃત્ત જજો દ્વારા જુદા જુદા વિષયો ઉપર કાનુની માર્ગદર્શન અપાયુઃ પૂર્વ લો મીનીસ્‍ટર રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી દ્વારા ક્રિમીનલ ટ્રાયલ ઉપર ઉદ્‌્‌બોધનઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વકીલોની હાજરીઃ રાજકોટ બાર એસો.ની ટીમ દ્વારા આયોજીત સેમિનારમાં વકીલોનો અભુતપૂર્વ ઉત્‍સાહઃ આવતીકાલે પ૦ વર્ષની વકીલાત પુર્ણ કરનાર વકીલોનું સન્‍માન કરાશે

રાજકોટ : રાજકોટ બાર એસો. આયોજીત નેશનલ લીગલ સેમિનારનું રાજકોટમાં બે દિવસ માટે આયોજન થયેલ છે. જેમાં આજે શનિવારે પૂર્વ લો-મિનીસ્‍ટર રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, સીનીયર કાઉન્‍સીલ નવીનભાઇ પાહવા, મેહુલભાઇ શાહ, અમરભાઇ ભટ્ટ વિગેરે દ્વારા જુદા જુદા કાનુની વિષયો અંતર્ગત કાનુની માર્ગદર્શન અપાયું હતું. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટના પૂર્વ ન્‍યાયાધીશો તેમજ ઉપસ્‍થિત રાજકોટ ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વકીલો મોટી સંખ્‍યામાં દર્શાય છે. ત્‍યારે તસ્‍વીરોમાં નીચેના ભાગે ત્રીજા ફોટાની હરોળમાં બાર એસો.ના હોદેદારો અને કારોબારી સભ્‍યો  તેમજ ઉપર વકીલો મોટી સંખ્‍યામાં દર્શાય છે. (તસ્‍વીર :- સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૮ :.. રાજકોટ બાર. એસો. દ્વારા આયોજીત બે દિવસીય ‘નેશનલ લીગલ સેમિનાર' ને આજે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના પૂર્વ જજો તેમજ પૂર્વ લો મિનિસ્‍ટર રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં ખુલ્‍યો મુકાયો હતો.

અત્રે કાલાવાડ રોડ ઉપર આવેલ બી.એ. પી. એસ. હોલ સ્‍વામિ નારાયણ મંદિર ખાતે ખાતે યોજાયેલ બે દિવસીય લીગલ સેમિનારમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને રાજકોટના વકીલો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં. વકીલોના અભુતપુર્વ ઉત્‍સાહ વચ્‍ચે રાજકોટ બાર એસો. દ્વારા આયોજીત આ સેમિનારમાં બે દિવસ દરમ્‍યાન કુલ ૧૧ તજજ્ઞ વકતાઓ જેમાં સુપ્રિમ કોર્ટ હાઇકોર્ટના પૂર્વ જજો સીનીયર વકીલો અને પૂર્વ લો મિનિસ્‍ટર રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી સહિતના વકીલો દ્વારા જુદા જુદા કાનુની વિષયો ઉપર માર્ગદર્શન આપશે.

આજે સવારના કાર્યક્રમના સ્‍થળે સવારના ૭-૩૦ કલાકે વકીલોનું રજીસ્‍ટ્રેશનની ખરાઇ અને ત્‍યારબાદ બ્રેક ફાસ્‍ટ રાખવામાં આવેલ હતો.

ત્‍યારબાદ સવારના ૯ થી ૧૦ દરમ્‍યાન લેકચર પાર્ટ-૧ યોજાયેલ જેમાં પૂર્વ લો- મિનિસ્‍ટર અને સીનીયર એડવોકેટ રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી દ્વારા ‘ક્રિમીનલ ટ્રાયલ' ઉપર કાનુની માર્ગદર્શન અપાયું હતું. ત્‍યારબાદ લેકચર-ર માં  ૧૦ થી ૧૧ દરમ્‍યાન સુપ્રિમ કોર્ટના સીનીયર કાઉન્‍સીલર નવીનભાઇ પાહવા દ્વારા ‘આર્બીટેશન એન્‍ડ કન્‍સીલીયેશન' એકટ ઉપર કાનુની માર્ગદર્શન અપાયું હતું.

આ કાર્યક્રમ દરમ્‍યાન તુરંત જ સવારના ૧૧ થી ૧ર દરમ્‍યાન ઇનોગ્રેસેન એરેમની કરી કાર્યક્રમનું ઓપનીંગ કરાયું હતું. આ કાર્યક્રમ પુરો થતાં બપોરના ૧ર થી ૧ દરમ્‍યાન લેકચર-૩ યોજાયેલ જેમાં ગુજરાત હાઇકોર્ટના સીનીયર કાઉન્‍સીલ મેહુલભાઇ શાહ દ્વારા ‘સિવિલ પ્‍લીડીંગ' અંગેનું માર્ગદર્શન અપાયું હતું.

ત્‍યારબાદ બપોરના ૧ થી ર દરમ્‍યાન લંચ રાખવામાં આવેલ હતો.

બપોર બાદના સેશનમાં બપોરના ર થી ૩ દરમ્‍યાન ગુજરાત હાઇકોર્ટના સીનીયર કાઉન્‍સીલ અમરભાઇ ભટ્ટ દ્વારા સી.પી.સી. ઓર્ડર-૭ રૂલ્‍સ-૧૧ ઉપર તેમજ બપોરના ૩ થી પ દરમ્‍યાન હાઇકોર્ટના સીનીયર કાઉન્‍સીલ ઉદયનભાઇ વ્‍યાસ દ્વારા ‘હિન્‍દુ સકસેશન એકટ' ઉપર કાનુની માર્ગદર્શન અપાયું હતું.

બપોરના છેલ્લા સેશનમાં ૪ થી પ દરમ્‍યાન ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ ધ્રુવભાઇ ટોળીયાનું ધ ડીઝીટલ એડવોકેટ લો ઇન ધ એઇજ આર્ટીફીશ્‍યસ ઇન્‍ટેલીજન્‍સી (એઆઇ) ઉપર કાનુની માર્ગદર્શન યોજાયેલ.

આ કાનુની માર્ગદર્શનનો શવિારનો કાર્યક્રમ પુરો થતાં બહારગામથી આવેલા વકીલોને કીટનું વિતરણ કરાયું હતું.

આજનો કાર્યક્રમ પુરો થતાં આવતીકાલે રાજકોટના વકીલો માટે સેમિનારનો બીજો ભાગ રાખવામાં આવેલ છે.

રવિવારના કાર્યક્રમ મુજબ સવારે ૭-૩૦ થી ૯ દરમ્‍યાન બ્રેક ફાસ્‍ટ તેમજ ત્‍યારબાદ ૯ થી ૧૦ દરમ્‍યાન ગુજરાત હાઇકોર્ટના ફોર્મર જસ્‍ટીશ એસ. એચ. વોરા દ્વારા ‘આર્ટ ઓફ એડવોકેટસી ફોર રીડયુર્સ લીટીગેશન બાય લીગલ-વે ઉપર કાનુની માર્ગદર્શન અપાશે. ૧૦ થી ૧૧ દરમ્‍યાન ગુજરાત હાઇકોર્ટના સીનીયર કાઉન્‍સીલ અસિમભાઇ પંડયા દ્વારા ‘હેરશીપ પ્રોબેટ લેટર ઓફ એડમીનીસ્‍ટ્રેન' ઉપર તેમજ ૧૧ થી ૧ર દરમ્‍યાન સુપ્રિમ કોર્ટના ફોર્મર જસ્‍ટીશ શ્રી એમ. આર. શાહ દ્વારા ‘ધ નેગોસીએબલ ઇન્‍સ્‍ટ્રમેન્‍ટ એકટ ઉપર અને બપોરે ૧ર થી ૧ દરમ્‍યાન હાઇકોર્ટના એડવોકેટ આલોકભાઇ ઠક્કર દ્વારા ઇલેકટ્રોનિકસ એવિડન્‍સ ઉપર માર્ગદર્શન આપશે. અને બપોરના ૧ થી ર દરમ્‍યાન કલોઝીંગ સેરેમની અને પ૦ વર્ષની વકીલાત પુર્ણ કરનાર સીનીયર વકીલોનું સન્‍માન કરાશે. અને બપોરના લંચ બાદ વકીલોને કીટ વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા બી. સી. આઇ. ના કો-ચેરમેન દિલીપભાઇ પટેલ તેમજ રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઇ મારૂ, ઉપપ્રમુખ સુમિતભાઇ વોરા, જીતેન્‍દ્ર પારેખ, ટ્રેઝર પંકજ દોંગા, લાયબ્રરેી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામતમાં રક્ષાબેન ઉપાધ્‍યાય તથા કારોબારીમાં પ્રગતિબેન માંકડીયા, તુષાર દવે, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, હિરેન ડોબરીયા, કિસન રાજાણી, કિશન વાલ્‍વા, સંજય ડાંગર વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ સેમીનાર સફળ બનાવવા માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવેલ છે જેમાં પરેશ મારૂ, સુમીત વોરા, જીતેન્‍દ્ર પારેખ, કેતન મંડ, પંકજ દોંગા, રક્ષાબેન ઉપાધ્‍યાય, તુષાર દવે, અશ્વિન રામાણી, મુનીષ સોનપાલ, નિકુંજ શુકલ, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, સંજય ડાંગર, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, કિશન વાલવા, સુરેશભાઈ સાવલીયા, દીલીપ જોષી, કેતન દવે, વિશાલ ગોસાઈ, જયેન્‍દ્ર ગોંડલીયા, બીમલ જાની, પ્રકાશસિંહ ગોહેલ, હરેશ પરસોંડા, ખીલન ચાંદ્રાણી, સ્‍તવન મહેતા, હસમુખ ગોહેલ, હિમાલય મીઠાણી, નીલેશ અગ્રાવત, કપીલ શુકલ, ધર્મેશ સખિયા, હિતેશ દવે, વીમલ ડાંગર, વિરેન વ્‍યાસ, ઈન્‍દુભા ઝાલા, દીલીપ મહેતા, પ્રિયાંક ભટ્ટ, અજય ચૌહાણ, ૨વી વાઘેલા, વીજય તોગડીયા, હિરેન દવે, રાજેશ ડાંગર, કરણ ગઢવી, કૌશલ વ્‍યાસ, સુનીલ વાઢેર, પ્રશાંત લાઠીગ્રા, અભય બારોટ, ચેતન પજવાણી, યોગેશ ઉદાણી, આર.ડી.ગોહીલ, નીશાંત જોષી, ઋતુરાજસિંહ ઝાલા, નયનાબેન ચૌહાણ, બીનલબેન રવેશીયા, મહેશ્વરીબેન ચૌહાણ, શીવાનીબેન પ્રજાપતી, સ્‍મીતાબેન અત્રી, વંદનાબેન પોપટ, પિયુષ ઝાલા, જીજ્ઞેશ સખીયા, અલ્‍પેશ પોકિયા. એ જહેમત ઉઠાવી હતી.  

(1:54 PM IST)