તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
રાજકોટ યાર્ડમાં મગફળીની વધુ પપ હજાર મણની આવક
કપાસની ર૪ હજાર મણ અને સોયાબીનની રર,પ૦૦ મણની આવક : ૧૧પ૦ થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૧૧પ૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. યાર્ડમાં આજે વધુ મગફળીની પપ હજાર મણની આવક થઇ હતી. સોયાબીનની રર,પ૦૦ મણ, કપાસની ર૪ હજાર મણ, ઘઉંની પ,પ૦૦ મણ, ચણાની ૧૩,પ૦૦ મણ, લસણની ર૭૦૦ મણ, મગની ૪૪૦૦ મણ, સફેદ તલની ૧૪,પ૦૦ મણ, જીરૂ ર૭૦૦ મણ તથા કાળા તલ ૪૪૦૦ મણની આવક થઇ હતી. રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા.ચેરમેન તથા ડીરેકટરો સહીતના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં મગફળી અને કપાસના ઢગલા નજરે પડે છે.
(12:10 PM IST)










