<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

સ્‍વ. પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા) ના જીવન કવન પર આધારીત ગ્રંથ ‘વિરલ વ્‍યક્‍તિત્‍વ' નું કાલે વિમોચન

આર્ષ વિદ્યામંદિર મુંજકાના પ.પૂ. પરમાત્‍માનંદ સરસ્‍વતીજીના હસ્‍તે થશે વિમોચનવિધિઃ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને ભાવભીનુ આમંત્રણ પાઠવાયુ

રાજકોટઃ ક્ષત્રીય રાજપૂત સમાજના સામાજીક, શૈક્ષણીક અને સહકારી ક્ષેત્રના અગ્રણી અને ગરાસીયા બોર્ડીંગના અનેક પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના પથદર્શક સ્‍વ.પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા)ના જીવનકવન પર આલેખાયેલા પુસ્‍તકની વિમોચન વિધિ આવતીકાલે એક ગરિમાપૂર્ણ સમારંભમાં યોજાનાર છે જેનું ભાવભીનું આમંત્રણ આયોજક કમિટીના સભ્‍યોએ આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને પાઠવ્‍યુ ત્‍યારે અકિલાના સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ હાજર રહયા હતા. (ફોટોઃ સંદિપ બગથરીયા)(૨.૨૦)

રાજકોટ તા.૮: વાણીમાં વિનમ્રતા સાથે નિર્મળ હાસ્‍યથી શોભતા તેજસ્‍વી મુખારવિંદના ધારક એટલે સ્‍વ. પ્રવિણસિંહજી ઉમેદસિંહજી જાડેજા- સોળીયા (મુસાહેબ) ના જીવન કવનને આવરી લેતા એક ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. ‘‘વિરલ વ્‍યક્‍તિત્‍વ'' શિર્ષક અંતર્ગત નિર્મિત આ ગ્રંથની વિમોચન વિધિનું આયોજન તા. ૯ ને રવિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન પ-રાજપુતપરા ખાતે આવેલ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે કરવામાં આવશે.

રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા (પ્રમુખ- હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય તથા પ્રમુખ-ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ) ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજીના હસ્‍તે આ વિમોચન વિધિ કરવામાં આવશે. આ કાર્યક્રમને દીપાવવા રાજ્‍યસભા સાંસદસભ્‍ય શક્‍તિસિંહજી ગોહિલ, મહારાજા કેસરીદેવસિંહજી ઓફ વાંકાનેર (સંસદ સભ્‍ય-રાજ્‍યસભા) મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેશે.

અન્‍ય ઉપસ્‍થિત આમંત્રીતોમાં રાજકોટ જેએમજે ગ્રુપના એમડી મયુરધ્‍વજસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહજી રાણા (પૂર્વ સાંસદ), ધર્મેન્‍દ્રસીંહજી (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને અગ્રણી દાતા), પળથ્‍વીસીંહજી (ઘોઘુભા) જાડેજા (પૂર્વ પ્રમુખ રાજકોટ તા. અને અગ્રણી દાતા, હરદેવસીંહજી રાઓલ (ટ્રસ્‍ટી હરભમજી ગ. છા. અને અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા-રાજકોટ), દિગ્‍વિજયસીંહજી જાડેજા (સયાજી હોટલ અગ્રણી દાતા) વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

(2:30 PM IST)