<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાજકોટ ફાયર વિભાગનો રાજયસ્‍તરે ડંકોઃ શહેરના ૩ સ્‍ટેશન બન્‍યા ગુજરાતના બેસ્‍ટ ફાયર સ્‍ટેશન

ગુજરાત સ્‍ટેટ ફાયર સર્વીસ દ્વારા એવોર્ડ એનાયત : રામાપીર, કોઠારીયા રોડ તથા રેલનગર સ્‍ટેશનોની ઝડપી કાબીલેદાદ કાર્યવાહી

રાજકોટ, તા., ૮ : ગુજરાત સ્‍ટેટ ફાયર સર્વિસ, ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકા હસ્‍તકના ફાયર સ્‍ટેશનને સારી કામગીરી બદલ  Best Fire Station “ તરીકે એવોર્ડ આપવામા આવે છે. તા.૭ ના  અમદાવાદ ખાતે Best Fire Station એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે. જેમાં રાજકોટ ફાયર વિભાગને ૩ એવોર્ડ મળ્‍યા હતા.

 મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ચેરમેન  - સ્‍ટેન્‍ડીંગ કમિટી જયમીનભાઇ ઠાકર, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક  મનિષભાઇ રાડીયા, ચેરમેન - ફાયર સર્વિસ  દિલીપભાઇ લુણાગરીયા તથા કમિશનર તુષાર સુમેરા, ડે.કમિશનર  મહેશ જાની , ડે.કમિશનર  સી. કે. નંદાણી, ડે. કમિશનર  એચ. આર. પટેલનાં નેજા હેઠળ ઇન્‍ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત કે. દવે અને ડે. ચીફ ફાયર ઓફિસર  અશોકસિંહ બી. ઝાલા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખાની કામગીરી સંભાળે છે. રાજકોટ શહેરના ૩ ફાયર સ્‍ટેશન દ્વારા ફાયર કોલ, બચાવ કોલ, એમ્‍બ્‍યુલન્‍સ - શબવાહીની કોલ તથા બિલ્‍ડીંગોમા નિયમીત ફાયર સેફટીનું ઇન્‍સ્‍પેકશન તથા ફાયર સ્‍ટેશન દ્વારા ફાયર NOC અંગે બિલ્‍ડીંગોનું ઇન્‍સપેકશન વિગેરે કામગીરીની વિગત નીચે મુજબ છે.

ઉપરોકત Best Fire Station એવોર્ડના કાર્યક્રમમા એવોર્ડ પ્રાપ્ત કરનાર રામાપીર ફાયર સ્‍ટેશનના સ્‍ટેશન ઓફિસર  ફિરોજ આઇ. લુવાની, કોઠારીયા ફાયર સ્‍ટેશનના સ્‍ટેશન ઓફિસર  મોઇન શેખ, અને રેલનગર ફાયર સ્‍ટેશનના સ્‍ટેશન ઓફિસર દિનેશભાઇ ચાંચીયા એવોર્ડ લેવા જનાર છે.

તા.૧ એપ્રિલ થી તા.૩૧ ઓકટોબર દરમ્‍યાન કરેલ કામગીરીની વિગત

 

ફાયર સ્‍ટેશન  ફાયર બચાવ અન્‍ય એમ્‍બ્‍યુલન્‍સ            શબવાહિની     બિલ્‍ડીંગો       ફાયર NOC અંગે

        કોલ    કોલ    કોલ    કોલ    કોલ    ઇન્‍સપેકશન    કરેલ ઇન્‍સપેકશન

રામાપીર   ૭૫   ૩૬    ૩૬   ૬૬૩    ૪૩૫     ૯૬૫         ૧૭

કોઠારીયા રોડ     ૭૨    ૧૮   ૫૪      ૩૮૫     ૩૭૫         ૬૬૧        ૨૬

રેલનગર       ૪૧     ૧૭     ૨૪     ૫૭૩   ૨૫૯   ૭૪૬   ૩૬

(3:01 PM IST)