<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

દુબઈમાં રમાયેલ યુએઈ ગોલ્‍ડ કપમાં રાજકોટની વાય.બી.સ્‍પોર્ટસ એકેડેમીની ટીમ ચેમ્‍પિયન બની

ફાઈનલમાં યુ.એ.આઈ.ની ટીમે આપેલો ૧૪૭ રનનો ટાર્ગેટ ૬ વિકેટે હાંસલ કર્યો, એક મેચ શારજહાના સ્‍ટેડીયમ ખાતે રમાયો હતો, ન્‍યુઝીલેન્‍ડ, ઈંગ્‍લેન્‍ડ, પાકિસ્‍તાન, આફ્રિકા જેવી ટીમોએ ટૂર્નામેન્‍ટમાં ભાગ લીધો હતો

રાજકોટઃ તાજેતરમાં દુબઈ ખાતે યોજાયેલ યુએઈ ગોલ્‍ડ કપમાં કુલ ૮ ઈન્‍ટરનેશનલ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં વાય.બી.સ્‍પોર્ટસ રાજકોટે ૩-મેચ જીતી અને ફાઈનલમાં પ્રવેશ કરી વિજેતા બની હતી.

પ્રથમ મેચ યુકે નોટીંગહામ સામે રમ્‍યો હતો. જેમાં વાય.બી. સ્‍પોર્ટસ ૨૫ ઓવરમાં ૧૮ રન કર્યા હતા જેમાં દિકનાશ શાહ ૮૯, દર્શન દઢાણીયા ૪૯, પુરૂરાજ ગોહેલ ૩૫ નોટ આઉટ, બાદ પુરૂરાજ ગોહેલ ૪ વિકેટો લઈ મેન ઓફ ધ મેચ થયા હતા.

બીજો મેચ પાકિસ્‍તાન ક્રિકેટ ક્‍લબ સામે વાય.બી. સ્‍પોર્ટસ રાજકોટે પ્રથમ બેટીંગ કરી ૧૫૯ રન કર્યા હતા જેમાં દીક્ષાંત શાહ મેન ઓફ ધ મેચ થયા હતા.

શારજાહ સ્‍ટેડીયમ ખાતે ન્‍યુઝીલેન્‍ડ સામે ખુબ રસાકસી ભરી અને રોમાંચક મેચ થયો હતો જેમાં પ્રથમ બેટીંગ કરી વાય.બી.સ્‍પોર્ટસ રાજકોટે ૧૭૧ રનનો ટાર્ગેટ ન્‍યુઝીલેન્‍ડને આપવામાં આવેલ હતો. ૨૫ ઓવરમાં જેમાં મુખ્‍ય રન અબદેઅલી (૫૭), તરવાડી સાહિલ (૩૮), ભલેરા, યુજરાન કુંદનાની, આર્યન વડોદરીયા. જેમાં અબદેઅલી તરવાડી અને મનવીર રાઠોડ ખુબજ સુંદર પરફોર્મ કર્યુ હતું.

ત્‍યારબાદ ફાઈનલ મેચ એસ.ડી. એ.ગ્રાઉન્‍ડ અજમન ખાતે રમાયેલ. જેમાં યુ.એઈ. ટીમ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી ૨૦ ઓવરમાં ૧૪૭ રન બનાવ્‍યા હતા તેના જવાબમાં વાય.બી. સ્‍પોર્ટસ રાજકોટે પોતાની ૬ વિકેટ ગુમાવી અને ૧૪૯ રન કરી ભારત અને રાજકોટનું નામ રોશન કરી વાય.બી.સ્‍પોર્ટસ એકેડેમી ચેમ્‍પીયન બની હતી.

ફાઈનલના મેન ઓફ ધ મેચ મીત શાહ જેમણે ૧૦ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. તેમજ ફાઈનલ બેટીંગ આકર્ષક આર્યન વાડોદરીયા, દિગશાહન શાહ, ક્રિશ રાખીયા, ઈરફાન અંસારી, યુવરાજ કુંદનાની, રીયાંશુ ગોહેલે શાનદાર બેટીંગ, બોલીંગ ટીમ ફીલ્‍ડીંગમાં દેખાવ કરી પોતાની ટીમને વાય.બી.સ્‍પોર્ટસ એકેડેમીના પ્રેસીડેન્‍ટ યુસુફ બાંભણીયા, બોલીંગ કોચ પવન શુક્‍લ, બેટીંગ કોચ રવિ નીમાવત, રાકેશ પડધારીયા તેમજ પંડયા સરની મહેનત રંગ લાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાય.બી. સ્‍પોર્ટસ એકેડેમી છેલ્લા ૨૨ વર્ષથી યુસુફ બાંભણીયાના માર્ગદર્શન નીચે રાજકોટના સૌરાષ્‍ટ્રના ભાવી ક્રિકેટર માટે મહેનત કરી રહી છે. જેમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ શાહ, મહેન્‍દ્રભાઈ રાજદેવ, પ્રેસીડન્‍ટ જયદેવભાઈ શા તેમજ બીસીસીઆઈ બોલીંગ કોચ હેતેશ ગોસ્‍વામી, સુધીરભાઈ તન્‍ના, બ્રીજ દત્તા, ચેતન માંકડ, રાજેશ દરસોંદીયા, દિનેશ પરસાણા, ઉદયભાઈ જોશી, ધરીજભાઈ પરસાણા માર્ગદર્શન મળી રહ્યાનું જણાવાયું છે.

જ્‍યારે ડી.વી.મહેતા, સુદીપ મહેતા, ભીમાભાઈ કેશવાલા, કેતનભાઈ ધ્રુવ, યોગેશભાઈ પુજારા, નીતીનભાઈ ભારદ્વાજ, કશ્‍યપભાઈ શુક્‍લ, પુષ્‍કરભાઈ પટેલ નો પણ સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.

હાલ એકેડેમી વિરાણી હાઈસ્‍કુલ ખાતે કાર્યરત છે અને પોલીસકર્મી, આર્મી, શિક્ષક અને ગરીબ ઘરના વિદ્યાર્થીઓને  વિનામૂલ્‍યે રમાડવામાં આવે છે અને જેમનો બેઝીક ખર્ચ કમલેશભાઈ રામાણી પોતે જ આપતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વાય.બી.સ્‍પોર્ટસ એકેડેમીના કોચ યુસુફભાઈ બાંભણીયા અને યુવા ક્રિકેટરો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:03 PM IST)