<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

૧૪મીથી રાષ્‍ટ્રીય લાઈબ્રેરી સપ્‍તાહ

રોટરી મિડટાઉન લાઈબ્રેરી એન ડી.એચ.કોલેજના ઉપક્રમે

રાજકોટઃ રોટરી મિડટાઉન લાઈબ્રેરી અને ડી. એચ. કોલેજ ના સંયુક્‍ત ઉપક્રમે  રાષ્ટ્રીય લાઇબ્રેરી સપ્તાહની ઉજવણી તા.૧૪ નવેમ્‍બરથી ૨૦ નવેમ્‍બર સુધી ડી. એચ. કોલેજ યાજ્ઞિક રોડ ખાતે કરવામાં આવેલ છે. પુસ્‍તકપ્રેમ અને વાંચન ને પ્રોત્‍સાહીત કરવાના હેતુથી આ સપ્તાહ દરમ્‍યાન વિવિધ સ્‍પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ અને સભ્‍યો માટે અલગ અલગ કેટેગરીમાં નીચે મુજબની સ્‍પર્ધાઓ છે.  તા.૧૪ નવેમ્‍બર - ઇન્‍ડોર ગેમ્‍સ, તા.૧૫ નવેમ્‍બર - રીડ અલાઉડ - સુવાંચન, તા.૧૬ નવેમ્‍બર - જસ્‍ટ અ મિનિટ, તા.૧૭ નવેમ્‍બર -  કેપ્‍શન રાઈટીંગ સ્‍પર્ધા, તા.૧૮ નવેમ્‍બર -  બુક રીવ્‍યુ, તા.૧૯ નવેમ્‍બર - સર્જનાત્‍મકત લેખન, તા.૨૦ નવેમ્‍બર - ડિબેટ. દરેક કેટેગરીમાથી પ્રથમ બે વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. પ્રવેશ મફત છે અને રજિસ્‍ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે. રજિસ્‍ટ્રેશન માટે મો.૭૪૦૫૫ ૧૩૪૬૮. લાઈબ્રેરીના આ કાર્યક્રમનો હેતુ બાળકો, યુવાનો અને વાચકોમાં વાંચનની રૂચી અને સર્જનાત્‍મકતા વધારવા માટે હોય. વઘારે માહિતી માટે સંપર્કઃ૭૪૦૫૫ ૧૩૪૬૮  રોટરી મિડટાઉન લાઈબ્રેરી, સિટી સિવિક સેન્‍ટર, અમીન માર્ગ, રાજકોટ.

(3:18 PM IST)