<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

સનસાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂસન્‍સમાં બે દિવસીય એક્‍સપોર્ટ ઈમ્‍પોર્ટનો સફળ વર્કશોપ યોજાયો

રાજકોટઃ સનસાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂસન્‍સ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત અવનવી પ્રવળત્તિઓ કરે છે અત્‍યારના સમયમાં જ્‍યારે આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપારનું પ્રમાણ સતત વધતું જાય છે તેને અસર કરતા પરિબળો બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ, બજારની પરિસ્‍થિતિ, સરકારના નીતિનિયમો વિદ્યાર્થીઓએ જાણવા અને સમજવા ખૂબ જ જરૂરી હોય છે  સનસાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂસન્‍સ અને ડિરેક્‍ટર જનરલ ફોરેનટ્રેડના સંયુક્‍ત ઉપક્રમે ‘‘એક્‍સપોર્ટ ઈમ્‍પોર્ટ'' નો વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેનેજમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટના ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાના ડિરેક્‍ટર ડો.પ્રો. વિકાસ અરોરાએ  કાર્યક્રમની  રૂપરેખા આપી હતી.  ડીજીએફટી ના જનરલ ડિરેક્‍ટર શ્રી રોહિત સોનીએ વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક આયાત નિકાસના દસ્‍તાવેજ, લાયસન્‍સ અને સરકારની આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપારને પ્રોત્‍સાહન આપતી તમામ યોજનાઓ વિશે માહિતગાર સંચાલન પ્રો.ડો. અભિપ્‍સા વાગડિયા એ કર્યું હતું.  ડો. કોમલ પટેલે આભાર  વ્‍યક્‍ત કર્યાનું સંસ્‍થાની યાદી જણાવે છે. કાર્યક્રમમાં ECGCના બ્રાન્‍ચ મેનેજર શ્રી બીજેન્‍દ્ર ત્રિપાઠી અને શ્રી વિશાલ ગોહિલ ડિરેક્‍ટર આઝાદ વર્લ્‍ડટ્રેડ) એક્‍સપોર્ટ ફાઇનાન્‍સ અને કસ્‍ટમ  હાઉસિંગ એજન્‍ટની ભૂમિકા વિશે વક્‍તવ્‍યો આપ્‍યા હતા.  સંચાલન ડો.પ્રિયંકા નાગરીયા અને ભાવિન પોપટે આભાર વિધિ કરી હતી

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ડિરેક્‍ટર ડો.પ્રો. વિકાસ અરોરા ના નેતળત્‍વ હેઠળ એકેડેમિક કોઓર્ડીનેટર પ્રોફેસર ભાવિન પોપટ, એમબીએ ડિપાર્ટમેન્‍ટ ના કોઓર્ડીનેટર ડો. કોમલ પટેલ, ડો. અભિપ્‍સા વાગડિયા અને ડો પ્રિયંકા નાગરીયા સહિતના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી  તમામ કર્મચારીઓને અભિનંદન અને વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

(3:29 PM IST)