News of Saturday, 8th November 2025
વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું શાનદાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયેલ. જેમાં એ ડી આર એમ કે કે ચૌબેજી, વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ ના જનરલ સેક્રેટરી આર જી કાબર જી, પ્રેસિડેન્ટ હિરેન મહેતાજી ના હસ્તે વિધાર્થીઓ નું સન્માન કરવામાં આવેલ. હિરેન મહેતા પ્રેસિડેન્ટ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ની જણાવેલી યાદી મુજબ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝન દ્વારા ૧૦ અને ૧૨ માં ધોરણ ના તેજસ્વી વિધાર્થીઓ નું સન્માન સમારોહ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ડિવિઝન ના એડીઆરએમ કૌશલ કુમાર ચૌબેજી, જનરલ સેક્રેટરી આર જી કાબર જી, પ્રેસિડેન્ટ હિરેન મહેતા જી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા જી, સીની. ડીએફએમ પવન કુમાર મીના જી, સીની. ડીપીઓ અમળત સોલંકી જી, બ્રહ્મ સમાજ ના પ્રમુખ દર્શિત જાની જી, ડિવિઝનલ અધ્યક્ષ ડી આર સોઢા જી, ડિવિઝનલ સેક્રેટરી અવની ઓઝા જી ના હસ્તે વિધાર્થીઓ ને સર્ટિફિકેટ અને સ્મળતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત માં હિરેન મહેતાજી એ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા છેલા ૧૮ વર્ષ થી દર વર્ષે રેલ પરિવાર ના તેજસ્વી વિધાર્થીઓ નું સન્માન કરી તેઓ ને પ્રોત્સાહિત કરવા માં આવે છે. આવા અનેક પ્રકારના આયોજનો જેમ કે રક્ત દાન કેમ્પ,વળક્ષો રોપવા, સ્પોર્ટ્સ ની વિવિધ ટુર્નામેન્ટ , સાંસ્કળતિક કાર્યક્રમો, હેલ્થ કેમ્પ જેવા અનેક પ્રકારના આયોજનો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કરવામાં આવે છે. ઉપસ્થિત બાળકો અને તેમના માતા પિતા ને સફળતા માટે અભિનંદન. દર્શિત ભાઈ જાની એ કહ્યું કે શિક્ષણ વ્યક્તિ ને કંડારે છે. એક વિશાળ દૃષ્ટિકોણ આપે છે અને સુદ્રઢ સંસ્કળત સમાજ નું ઘડતર થાય છે અભિનંદન એડીઆરએમે કે ચૌબેજી એ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની આવી પ્રવળતિઓ ને આવકારી છે અને રેલ્વે કર્મચારી ના બાળકો ને સફળતા મળી છે એ માટે અભિનંદન તથા આગળ વધુ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવી હતી. જનરલ સેક્રેટરી આર જી કાબરજી એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝન માં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા યોજાતા આ કાર્યક્રમો ખૂબ જ સરાહનીય છે કર્મચારીઓના હિતને માટે તો કામ કરે છે સાથે તેના પરિવાર માટે, સોસાયટી માટે અને બાળકો ના સર્વાંગીણ વિકાસ ને પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કરે છે એ માટે હિરેન મહેતા , અવની ઓઝા, ડી આર સોઢા અને તેમની ટીમ ને હાર્દિક શુભકામનાઓ પાઠવુ છું. ઉપસ્થિત બાળકો અને તેમના માતા પિતા ને પણ આ સાથે અભિનંદન.. આજ નું સન્માન શરૂઆત છે અને આગળ ખૂબ સફળતા પ્રાપ્ત કરી રેલ્વે નું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સીની. ડીએફએમ એ શુભકામનાઓ સાથે બાળકો ને માર્ગદર્શન માટે મદદ રૂપ થશે એવી વાત સાથે ખૂબ સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા હિરેન મહેતા ના માર્ગદર્શન હેઠળ અવની ઓઝા, ડી આર સોઢા અને સમગ્ર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ટીમ એ જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ નું સંચાલન ધર્મિષ્ઠા થોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
(3:30 PM IST)










