<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ચુનારાવાડમાં રૂ. ૯ર હજારના વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબ્‍જે

ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા તથા ટીમનો દરોડો

રાજકોટ, તા. ૮: શહેરના ચુનારાવાડમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૯ર હજારના વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબ્‍જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શહેરના ચુનારાવાડમાં એક રીક્ષામાં વિદેશી દારૂના જથ્‍થા સાથે નીકળવાનો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્‍સ પ્રતિકસિંહ રાઠોડ તથા કોન્‍સ તુલશીભાઇ ચુડાસમા સહિતના સ્‍ટાફે દરોડો પાડી રીક્ષામાંથી રૂ. ૯ર,૪૦૦ ની કિંમતની વિદેશી દારૂની પર૮ બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્‍થો તથા રીક્ષા મળી રૂ. ૩,૧૧,૭૪૦ નો મુદામાલ કબ્‍જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:38 PM IST)