News of Saturday, 8th November 2025
મનપાની તીજોરી છલોછલઃ મિલ્કત વેરાની ૩૦૧ કરોડની આવક
લક્ષ્યાંક પુર્ણ કરવામાં ૧૨૦ કરોડનું છેટુઃ સાત મહિનામાં ૨૦૭ મિલ્કતો સીલ

રાજકોટ, તા.૮: મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ-૦૯-એપ્રિલથી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવેલ છે. તારીખ-૦૮-૧૧-૨૦૨૫ સુધીમાં કુલ-૩,૮૨,૯૫૧ કરદાતા દ્વારા રૂ.૩૦૧.૦૩ કરોડની વસુલાત થયેલ છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-૧મા કુલ-૯. વોર્ડ નં-૨મા કુલ-૧૧. વોર્ડ નં-૩મા કુલ-૧૯, વોર્ડ નં-૫માં કુલ-૨, વોર્ડ નં-૬માં કુલ-૫, વોર્ડ નં-૭માં કુલ-૯૮, વોર્ડ નં-૮માં કુલ-૪, વોર્ડ નં-૯મા કુલ-૭, વોર્ડ નં-૧૦માં કુલ-૧૮, વોર્ડ નં-૧૧માં કુલ-૮, વોર્ડ નં-૧૨માં કુલ-૮, વોર્ડ નં-૧૩માં કુલ-૪, વોર્ડ નં-૧૪માં કુલ-૬, વોર્ડ નં-૧૭માં કુલ-૬ અને વોર્ડ ન-૧૮માં કુલ-ર, આમ, તા.૯ એપ્રિલથી તા.૦૮-સુધીમાં કુલ ૨૦૭ મિલકતોને સીલ મારેલ છે.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી.કે. નંદાણી તથા ઇ.ચા. નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) તથા સેન્ટ્રલ ઝોનના આસી. કમિશનર સમીર ધડુક તથા વેસ્ટ ઝોનના આસીકમિશનર દીપેન ડોડીયા તથા ઈસ્ટ ઝોનના આસી કમિશનર એચ.પી.રૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા અને ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સપેકટરદ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
(3:38 PM IST)










