<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ધરતીપુત્રો માટેના રાહત પેકેજને આવકારતા રામભાઇ મોકરીયા

રાજકોટ તા.૮: ગુજરાતમાં માહે ઓક્‍ટોબર-૨૦૨૫ મા પડેલ અસાધારણ કમોસમી વરસાદને કારણે રાજ્‍યના ધરતીપુત્રોનાં જીવાદોરી સમાન ખેતીના વિવિધ પાકોને મોટા પ્રમાણમા થયેલ અતિભારે નુકશાન અંગેની ખેડૂતોની વ્‍યથા સમજીને, રાજ્‍ય સરકારે પૂરી સંવેદનશીલતા દાખવી તેમને સહાયરૂપ થવા રૂ.૧૦ હજાર કરોડ જેવી માતબર રકમના રાહત પેકેજની જાહેરાત કરતા રાજ્‍યસભાના સભ્‍ય રામભાઈ મોકરીયાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે કરેલ આ જાહેરાતને - વધાવી લીધેલ છે. અને જણાવેલ છે કે, અન્નદાતાઓની આર્થિક સુખાકારી માટે રાજ્‍ય સરકાર કાયમ સંવેદનશીલ છે અને કુદરતી આફતમાં ખેડૂતોને થતા નુકશાન સામે યોગ્‍ય સહાયરૂપ થવા કાયમ પ્રતિબદ્ધ છે. તેવું જણાવેલ છે.

આ પેકેજમાં અસરગ્રસ્‍ત ખેડૂતને ૨(બે) હેક્‍ટર જમીનની મર્યાદામાં એકર દીઠ રૂપિયા ૨૨,૦૦૦ કુલ રૂપિયા ૪૪,૦૦૦ની રાહત આપવામાં આવશે. તેમજ ખેડૂતોને તેમની જણસોના યોગ્‍ય ભાવ મળે અને તેમની મહેનત, મજુરીનું યોગ્‍ય વળતર મળી રહે તેવા હેતુથી કેન્‍દ્ર સરકારે જાહેર કરેલ ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી કરવાનું નક્કી કરી ખેડૂતોની ખરેખર કપરા સમયે ટેકો આપવાનો પ્રયત્‍ન કરેલ છે. તેમ અંતમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે.

(3:39 PM IST)