<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન રાજકોટની ૬૯-વિધાનસભામાં વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ

રાષ્ટ્રીય ઈન્ચાર્જ ઓમપ્રકાશ ધનકર, ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા અને રત્નાકરજીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું; ડૉ. દર્શિતાબેન શાહની આગેવાનીમાં અનેક હોદ્દેદારોની હાજરી

રાજકોટ: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં એસઆઈઆર' (મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન) શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેના માર્ગદર્શન હેઠળ, વિધાનસભા-૬૯ના ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહની આગેવાનીમાં આત્મીય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી.

આ કાર્યશાળામાં રાષ્ટ્રીય કક્ષાના તેમજ પ્રદેશ સ્તરના અગ્રણી નેતાઓએ કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું.

 

વર્ચ્યુઅલ માર્ગદર્શન આપનાર અગ્રણીઓમાં શ્રી ઓમપ્રકાશજી ધનકર: એસઆઈઆર અભિયાનના રાષ્ટ્રીય ઈન્ચાર્જ, રાષ્ટ્રીય મંત્રી (ભાજપ) અને પૂર્વ પ્રમુખ હરિયાણા પ્રદેશ; મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (સમાપનમાં માર્ગદર્શન), પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા: (પ્રાસંગિક માર્ગદર્શન) અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી:  (એસઆઈઆરમાં કાર્યકર્તાઓની ભૂમિકા વિશે માર્ગદર્શન) સામેલ રહેલ.

 

આ કાર્યશાળાનું આયોજન પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું. પ્રદેશ નિયુક્ત પ્રભારી અને રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણીની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ હતી. ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે ઉપસ્થિત કાર્યકર્તાઓને પ્રાથમિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યશાળાનું સ્વાગત પ્રવચન અશ્વિનભાઈ ભોરણીયાએ કર્યું હતું અને સંચાલન શહેર ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

કાર્યશાળામાં ઉપસ્થિત મહાનુભાવો:

આ તકે રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રભારી કમલેશભાઈ મીરાણી, શહેર ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ અને કાશ્મીરાબેન નથવાણી, ઈન્ચાર્જ અશ્વિનભાઈ ભોરણીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક નેતા મનીષ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, મંત્રીઓ હરેશ કાનાણી અને વિજય પાડલીયા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા સહિત શહેરના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ અને વિધાનસભા-૬૯ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 PM IST)