તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
રાજકોટમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભઃ કુંગવરજીભાઇ અને કાંતિભાઇ અમૃતિયાની ગેરહાજરી

રાજકોટઃ શહેરમાં આજથી ખેલ મહોત્સવનો પ્રારંભ સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલાની આગેવાનીમાં થયો છે આ કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજય- સભાના સાંસદ કેસરી દેવસિંહજી, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, અરવિંદભાઇ રૈયાણી, મેયર નયનાબેન પેઢડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કાંતિભાઇ અમૃતિયાની હાજરી ન હોય અનેક તર્ક-વિતકૃ થયા હતા.
દરમિયાન જાણવા મળતી વિગત મુજબ કુંવરજીભાઇનો અગાઉનો સુરેન્દ્રનગર અને આણંદ ખાતેનો કાર્યક્રમ નિર્ધારીત હોય તેઓ ત્યાં ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે તો કાંતિભાઇ અમૃતિયાની તબીયત નાદુરસ્ત હોય તેઓ હાજર રહી શકયા ન હતા તેમ જાણવા મળે છે.
(2:30 PM IST)










