તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
રાજકોટમાં આહિર સમાજનો લગ્ન ખર્ચ મુદ્દે મોટો નિર્ણય: વર પક્ષે 8 તોલાથી વધુ સોનું નહી મુકવુ અને મામેરામાં 11 હજારથી વધુ રૂપિયા આપવા નહી
પ્રિ વેડિંગ પ્રથા બંધ કરવાનો નિર્ણય કરાયો: બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરાઈ: નિયમોનો ભંગ કરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે: હાલર પંથકના આહિર સમાજના સ્નેહમિલનમાં નિર્ણય કરાયો

રાજકોટમાં આહિર સમાજની મિટીંગ યોજાઈ હતી જેમાં લગ્નમાં થતા ખર્ચ મુદ્દે સારા નિર્ણયો લેવામાં આવ્યા છે, લગ્ન ખર્ચ નિયંત્રણ લવવા માટે કરાયો નિર્ણય અને વર પક્ષે 8 તોલાથી વધુ સોનું નહી મુકવા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં આહિર સમાજે લગ્ન ખર્ચ મુદ્દાને લઈ નિર્ણય કર્યો છે જેમાં પ્રિ વેડિંગ પ્રથા બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને મામેરામાં 11 હજારથી વધુ રૂપિયા આપવા નહી તેમજ બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરાઈ છે, તો આ નિયમોનો ભંગ કરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે અને હાલર પંથકના આહિર સમાજના સ્નેહમિલનમાં નિર્ણય કરાયો છે.
(6:49 PM IST)










