<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

પૂર્વ કેબીનેટ મંત્રી મનસુખભાઈ જોષીનું દુઃખદ નિધન

કોંગ્રેસના પીઢ આગેવાન, મહાત્‍મા ગાંધી ટ્રસ્‍ટ, કબા ગાંધીનો ડેલો સહિત અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે : સદ્દગતનું ચક્ષુદાન, સાંજે સ્‍મશાનયાત્રા

રાજકોટ : જાણીતા શિક્ષણવિદ્દ અને સામાજીક અગ્રણી મનસુખભાઈ જોષીનું ૯૩ વર્ષની વયે દુઃખદ નિધન થયુ છે. તેઓ ૯૩ વર્ષના હતા. સદ્દગતનું ચક્ષુદાન કરવામાં આવેલ છે. આજે સાંજે સ્‍મશાનયાત્રા નીકળનાર છે.

સદ્દગતન મનસુખભાઈ જોષીના પરિવારમાં ધર્મપત્‍નિ સુશીલાબેન, પુત્રો યજ્ઞેશભાઈ અને મેહુલભાઈ તથા પુત્રીઓ રક્ષાબેન, વંદનાબેન, ભાવનાબેન, શૈલાબેન અને તૃપ્‍તિબેન છે.

સદ્દગત મનસુખભાઈ જોષી અનેકવિધ સંસ્‍થાઓમાં સેવા આપી રહ્યા હતા. તેઓ પૂર્વ કેબીનેટ મંત્રી, પૂર્વ ધારાસભ્‍ય, પૂર્વ પ્રમુખ રાજકોટ મહાનગરપાલિકા, પૂર્વ મેનેજર ફુલછાબ દૈનિક, મેનેજીંગ ટ્રસ્‍ટી મહાત્‍મા ગાંધી ટ્રસ્‍ટ, રાજકોટ, મેનેજીંગ ટ્રસ્‍ટી બાલભવન રાજકોટ, મેનેજીંગ ટ્રસ્‍ટી સરદાર પટેલ સ્‍મારક મેનેજીંગ ટ્રસ્‍ટી કબા ગાંધીનો ડેલો, ટ્રસ્‍ટ રાજકોટ, લાલ બહાદુર શાષાી કેળવણી મંડળ, પૂર્વ વ્‍યવસ્‍થાપક જનતા ક્રેડીટ સોસાયટી, સીટીઝન કો-ઓપરેટીવ બેન્‍ક, આરસીસી બેન્‍ક, ભારત સેવક સમાજ, રાષ્‍ટ્રભાષા પ્રચાર સમિતિ રાજકોટ, ભારત સ્‍કાઉટ ગાઈડ સંઘ રાજકોટ જીલ્લો સહિતની સંસ્‍થાઓમાં સેવા આપી હતી.

સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. આમ મનસુખભાઈના નિધન બાદ પણ બે દૃષ્‍ટિહીન બાંધવોને દૃષ્‍ટિ આપતા ગયા છે. સદ્દગતની સ્‍મશાનયાત્રા આજે સાંજે તેમના નિવાસસ્‍થાન : ‘વંદના' બ્‍લોક નં.૫૦, નૂતનનગર સોસાયટી, કોટેચા ચોક, રાજકોટ ખાતેથી નીકળી બાલભવન થઈ લીમડા ચોક ટ્રસ્‍ટ મંડળની ઓફીસે થઈ રામનાથપરા સ્‍મશાન જશે. (યજ્ઞેશભાઈ જોષી (મો.૯૮૨૪૨ ૪૯૭૨૦) (૩૭.૩)

(2:41 PM IST)