<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

પેંડા ગેંગના ૧૭ સાગ્રીતો સામે ગુજસીટોક

રાજકોટમાં કાયદો વ્‍યવસ્‍થાને પડકાર ફેંકતી ગેંગને તીતર-ભીતર કરવા પોલીસે અજમાવ્‍યું આકરૂ શષા : એક દસકામાં ગંભીર પ્રકારના ૭૧ ગુના આચર્યા હતાં: મંગળા રોડ પર પેંડા કમ પરીયા ગેંગ અને જંગલેશ્વરની મુરગા ગેંગ વચ્‍ચે ફાયરીંગની ઘટના બાદ પોલીસ હરકતમાં આવીઃ પેંડા-પરીયા ગેંગના સુત્રધારા રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજા સહિત સામે ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીઃ ૪ પકડાયા, ૧૧ જેલમાં છેઃ બેની શોધખોળ : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા, ક્રાઇમ બ્રાંચની ટીમોની કામગીરીઃ આરોપીઓની મિલ્‍કતો પણ ટાંચમાં લેવા કાર્યવાહી થશેઃ હવે પછી મુરગા ગેંગનો વારો

ગુજસીટોકની કાર્યવાહીની વિગતો આપી રહેલા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ જોઇ શકાય છે 

રાજકોટ તા. ૧૦: શહેરના મનહરપ્‍લોટ પાસે મંગળા મેઈન રોડ પર ગેંગવોરમાં થયેલા ફાયરીંગના બનાવ બાદ પોલીસ કહેવાતી ગેંગોને તીતર ભીતર કરવા અને કાયદાનું ભાન કરાવવા ખરા અર્થમાં મેદાને આવી છે. શહેર પોલીસે પેંડા તેમજ પરીયા ગેંગના ૧૭ શખ્‍સો સામે ગુજસીટોક હેઠળ શષા અજમાવી આકરી કાર્યવાહી કરી છે. આ શખ્‍સો ગંભીર પ્રકારના કહી શકાય તેવા ૭૧ ગુનાઓમાં સામેલ છે. જેની સામે ગુનો દાખલ થયો છે તેમાં ૪ને પકડી લેવાયા છે, ૧૧ અગાઉથી જેલમાં છે તેનો કબ્‍જો આ ગુનામાં લઇ કાર્યવાહી થશે. જ્‍યારે બાકીના બે ફરાર હોઇ તેની શોધખોળ થઇ રહી છે. હવે પછી જંગલેશ્વરના મુરગા ગેંગ સામે પણ આ પ્રકારની કાર્યવાહી થશે.

જેની સામે કાર્યવાહી થઇ છે તે ગેંગ મુળ પેડાની છે અને હાલ પરેશ ઉર્ફ પરીયા ગઢવીની આગેવાનીમાં કામ કરે છે. પરીયો જેલમાં હોઇ હાલ ગેંગનો સુત્રધાર રાજપાલસિંહ ઉર્ફ રાજો છે. નામની ટોળકીના સાગરીતોએ સરે આમ જાહેરમાં ફાયરીંગ કરી નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરવામાં આવેલ જે બનાવ અનુસંધાને સંગઠીત ગુના આચરતી ટોળીને નિયંત્રણમાં લેવા માટે ગંભીર પ્રકારના ગુન્‍હાઓ આચરતા શખ્‍સોનો ગુન્‍હાહિત ઇતિહાસ મેળવી અને ગંભીર ગુન્‍હાઓ કરવામા તેઓને કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્‍હાઓ આચરે છે તેની માહિતી મેળવવાની આપેલ સુચનાથી ડીસીપી કાઇમ જગદીશ બાગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઇમ ભરત બસીયા, ક્રાઈમ બ્રાન્‍ચ પીઆઇ એમ.આર.ગોડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ અને પીએસઆઈ સી.બી.જાડેજા સહિતના સ્‍ટાફે ગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળકીની માહિતી મેળવી હતી.

વધુ વિગતો મુજબ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજપાલસિંહ ઉર્ફે રાજા સુધીરસિંહ જાડેજા (રહે. આશાપુરાનગર શે.નં.૯ ફાયરબ્રીગેડ ની સામે, કોઠારીયા રોડ)  શહેરમાં પોતાની ગુનાહીત -વળત્તિ ચલાવવા માટે પોતાના સાગરીતો સાથે મળીને ઁપેંડા ગેંગઁ નામની ટોળકી બનાવી હતી.  આ ગેંગ દ્વારા વર્ષ ૨૦૧૫ થી  ૨૦૨૫ દરમ્‍યાન શહેર તથા આજુબાજુના જીલ્લામાં પોતાની ધાક ઉભી કરવા માટે -ાણઘાતક હથીયારો વડે ખુન, ખુનની કોશિષ, બળજબરીથી પડાવવુ, જાહેરમાં ફાયરીંગ કરી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાની ધાક જમાવે છે તેમજ ગળહ અપપ્રવેશ કરી તોડફોડ કરવી, નુકશાન કરવુ, ધમકીઓ આપવી તેમજ ગેરકાયદેસર હથીયાર તથા દારૂ અને ડ્રગ્‍સનું વેચાણ કરી સમાજમા દુષણ ફેલાવવુ, છેડતી કરવી, ગેંગ રેપ કરવો, બળજબરીથી બળત્‍કાર કરવા, સુષ્ટી વિરુધ્‍ધનું કળત્‍ય કરવું, લુંટ કરવી જેવા ગુનાઓ આ ગેંગના તમામ સાગરીતો છેલ્લા ઘણા સમયથી ગુનાઓ આચરે છે અને તેઓની આ ગેરકાયદેસર ગતિવીધી આજીવીકાનું સાધન બની ગયેલ છે અને છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ દ્રારા રાજકોટ શહેર તથા આજુબાજુના જીલ્લામા કુલ ૭૧ ગુના આચરવમાં આવ્‍યાં હોવાનું પણ સામે આવતાં ૧૭ શખ્‍સો સામે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ગુન્‍હામાં તમામ આરોપીઓની ગેર કાયદેસર વસાવેલી મીલકતો પણ ટાચમાં લેવામાં આવશે અને સીટની રચના પણ કરી આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું તપાસનીશ અધિકારી એસીપી ક્રાઈમ ભરત બસિયાએ જણાવ્‍યું હતું.

આ છે ગેંગનો ગુનાહિત ઇતિહાસ

રાજકોટઃ સહિતના વિસ્‍તારમાં ભય ફેલાવતી પેંડા ગેંગ સામે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હત્‍યા, હત્‍યાનો પ્રયાસ, ફાયરીંગ સહિતના ગંભીર પ્રકારના ગુનાનો સમાવેશ થાય છે. રાજપાલસિંહ ઉર્ફે રાજા સુધીરસિંહ જાડેજા-૧૧ ગુના, હર્ષદીપસિંહ સત્‍યકીસિંહ ઝાલા-૭ ગુના, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફ પરીયો રાજુ બળદા-૭ ગુના, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશ રાબા-૧૧ ગુના, પરીમલ ઉર્ફે પરીયો ત્રિભોવન સોલંકી-૪ ગુના, ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુ ગોહેલ-૩ ગુના, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા-૮ ગુના, જૈવિક ઉર્ફે મોન્‍ટુ દિલીપ રોજાસરા-૪ ગુના, કમલેશ વજુ મેતા-૩ ગુના, દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટિકિટ અરવિંદ ગોહેલ-૧૦ ગુના, રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદ ગોહેલ-૧૦ ગુના, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ અરવિંદ ગોહેલ-૯ ગુના, ચીરાગ ઉર્ફે બકાલી રાજેશ મકવાણા-૮ ગુના, હિતેન્‍દ્રસિંહ ઉર્ફે હકોકડી ભૂપતસિંહ જાડેજા-૭ ગુના, સંજયસિંહ ઉર્ફે ચીંટુ મહેન્‍દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા-૬ ગુના છે.

રાજકોટની કુખ્‍યાત પેંડા ગેંગની સામે ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરી છે. ત્‍યારે આ અંગે કાયદાને રમત બનાવી દિધો હતો. પેંડા ગેંગ દ્વારા છેડતી, દુષ્‍કર્મ, ગેંગરેપ, હત્‍યા હત્‍યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, ફાયરીંગ સહિતના ગુનાઓ સામાન્‍ય બની રહ્યા હતા. પ્રજા માટે સતત ભયજનક બની ગયેલા આ તમામ સામે હવે ગુજસીટોકનું હથીયાર પોલીસે અજમાવ્‍યું છે.

(2:41 PM IST)