તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th November 2025
રાજકોટ બાર.એસો. દ્વારા યોજાયેલ ‘નેશનલ લીગલ સેમીનાર' ની અભુતપુર્વ સફળતા સાથે સમાપન
સાંસદ અને ધારાસભ્યો દ્વારા ખુલ્લા મુકાયેલ કાર્યક્રમનું સુપ્રિમ કોર્ટ-હાઇકોર્ટના જજો અને પુર્વ લો-મિનીસ્ટર દ્વારા સમાપનઃ બે દિવસ ચાલેલ સેમીનારમાં મોટી સંખ્યામાં વકીલોની હાજરીઃ નિષ્ણાંતો દ્વારા કાનુની વિષયો ઉપર માર્ગદર્શન અપાયું

રાજકોટ : બાર એસો. દ્વારા આયોજીત નેશનલ લીગલ સેમીનારને અભુતપુર્વ સફળતા મળી હતી. તસ્વીરોમાં પ્રથમ દિવસે કાનુની વિષયો ઉપર માર્ગદર્શન આપતા સીનીયર કાઉન્સીલરો તેમજ બીજા દિવસે પ૦ વર્ષની વકીલાત પુર્ણ કરનાર વકીલોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની હાજરી દર્શાય છે.
રાજકોટ, તા., ૧૦: રાજકોટ બાર આયોજિત સેમીનારના બીજા દિવસે રવીવાર હોવા છતાં સવારે ૯.૦૦ વાગ્યાથી મોટી સંખ્યામાં વકીલો આળસ ખંખેરી અને સેમીનારમાં જ્ઞાન લેવા ઉપસ્થિત થયેલા. આ સેમીનારમાં પ્રથમ સીનીયર એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ શ્રી અસીમ પંડયા દ્વારા હેરશીપ, પ્રોબેટ એન્ડ લેટર ઓફ એડમીનીસ્ટ્રેશન વિષય ઉપર બોમ્બે સ્ટેટ સમયે મુજબની સ્થિતિ ધ્યાને લઈ કાયદા મુજબની વિગત અન્વયે છણાવટ કરાવેલ હતી. વિશાળ સુપ્રિમકોર્ટ, હાઈકોર્ટના ચુકાદાઓનું વિશ્લેષણ કરેલ અને પોતાના વિષય ઉપર સરળતાથી માર્ગદર્શન આપેલ જેથી હાજર રહેલ વકીલોને સરળતાથી સમજાય તેવી શૈલીમાં પોતાનું વકતવ્ય આપેલ હતું.
ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના ફોર્મર જસ્ટીસશ્રી એસ. એચ. વોરા દ્વારા આર્ટ ઓફ એડવોકેશી ફોર રીડયુસ લીટીગેશન બાય લીગલ વે વિષય ઉપર કોર્ટના ભારણ અન્વયે ચિંતા કરી સમાધાનથી વિકલ્પે અન્ય ઉપાયો કે જે કાયદાથી ઉપયોગમાં લઈ શકાય તે અન્વયે પોતાના જસ્ટીસ તરીકેના અનુભવો શેર કરી વકીલાતના વ્યવસાયમાં બંને પક્ષકારો રાજી થાય અને કાર્યવાહીનો અંત આવે તે પ્રમાણેને શીખ આપેલ હતી.
ત્યારબાદ સુપ્રિમ કોર્ટના ફોર્મર જસ્ટીસશ્રી એમ.આર. શાહ દ્વારા વકીલોને અતિ ઉપયોગી એવા ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની છેલ્લામાં છેલ્લા આવેલા ચુકાદાઓ અને આ ચુકાદાઓમાં બન્ને પક્ષકારો વચ્ચે થયેલ કાર્યવાહીઓ કઈ-કઈ બાબતોનું ફરીયાદ પક્ષે કે આરોપી પક્ષે ધ્યાન રાખવું જોઈએ. વકીલો ફરીયાદી કે આરોપી જે પણ પક્ષકારની તરફેણમાં રોકાયેલા તે બન્ને બન્ને તરફેના ચુકાદાઓ, ચુકાદાઓમાં આવેલ હકીકતો અને જનરલ હકીકતો વિશે માહિતી આપેલ અને નેગોશીએબલ એકટમાં શું શું મહત્વની હકીકતો છે અને કોર્ટમાં તે રજુ કરવી જોઈએ તે સબંધેનું જ્ઞાન આપેલ હતું.
ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી આલોક્ભાઈ ઠક્કર દ્વારા ડીઝીટલ ડેટા પ્રોટેક્શન એક્ટ ૨૦૨૩ વિષય પર સેમીનારમાં હાજર રહેલ તમામ વકીલોને સમજાય તે પ્રકારનું જ્ઞાન આપેલ હતું અને આવિષય સમાજ ઉપર ઘણો અસર કરનાર હોય અને આ વિષય હાલના સંજોગોમાં બનતા ફોડો તેમજ ડીઝીટલ ડેટામાં કેમ પ્રોટેક્શન મેળવવું તે સબંધેની વિગતવાર જાણકારી તેમજ પોતાના અનુભવો સેમીનારમાં શેર કરેલ હતા.
આ બે દિવસીય લીગલ સેમીનારમાં પ્રમુખ પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, જીતેન્દ્ર પારેખ, કેતન મંડ, પંકજ દોંગા, મહિલા કારોબારી સભ્ય રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માકડીયા, નિકુંજ શુકલ, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, સંજય ડાંગર, કિશન વાલવા, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, મુનીસ સોનપાલ, તુષાર દવે, સહિતનાએ બે દિવસ રાત-દિવસ જોયા વગર સેમીનારને સફળ બનાવવા માટે મહેનત કરેલ હતી.
આ સેમીનારના પ્રથમ દિવસે છ અલગ-અલગ વિષયો ક્રીમીનલ ટ્રાયલ, આર્બીટેશન એન્ડ કન્સીડરેશન પ્લીડીંગ્સ, સીપીસી ઓડર-૭ રૂલ-૧૧, હિન્દુ સકસેશન એકટ, ધ ડીઝીટલ એડવોકેટ લો ઈન ધ એઈજ ઓફ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સીના વિષયો ઉપર તજજ્ઞો દ્વારા આશરે ૨૫૦૦ એડવોકેટોને જ્ઞાન પીરસવામાં આવેલ. આ પ્રથમ દિવસની જવાબદારીઓ રાજકોટ બારના વિશાલ ગોસાઈ, બીમલ જાની, જયેન્દ્ર ગોંડલિયા, સ્તવન મહેતા, હિમાલય મીઠાણી, હિરેન ગજજર, હસમુખ ગોહેલ, સુરેશ સાવલીયા, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશ ડાંગર, મહેશ્વરીબેન ચૌહાણ, નયનાબેન ચૌહાણ, બીનલબેન રવેશીયા, ધારાબેન મુળસા, રાજવી દોંગા, લક્ષ્મીબેન જાદવ, પ્રતિક્ષા પાઘડાર, શિવાની પ્રજાપતિ, રશ્મીબેન પટેલ વિગેરે દ્વારા મોટી સંખ્યામાં સેમીનારમાં ઉપસ્થિતિ બહેનોનું સંકલન કરેલ અને બહેનો માટેની અલગ વ્યવસ્થા કરેલ હતી.
રાજકોટ બાર એશોસીએશન દ્વારા રાજકોટ શહેર જિલ્લાના ૫૦ વર્ષની વકીલાત પુર્ણ કરનાર સીનીયર તજજ્ઞોનું વિશિષ્ટ સન્માન સર્વશ્રી બી.બી. ગોગીયા, કે.જી.ડાભી, અગ્રાવત, વિનુભાઈ ગોસલીયા, નરેશ સીનરોજ, રામજીભાઈ માવાણી, બીપીનભાઈ ખંઢેરીયા, લલીતભાઈ શેઠ, જગદીશભાઈ આચાર્ય, ડી.જી. શાહ, કે.સી.શેઠ, જે.ટી. ફળદુ, વી.સી. દોશી,એ.એચ. કુરેશી, એસ.એચ.પટેલ વિગેરેનું સન્માન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વજસ્ટીસ એસ.એચ. વોરા , શ્રી એ.જે. શાષાી તથા રાજકોટના ડીસ્ટ્રીકટ જજ જે.આર. શાહ , હાઈકોર્ટ બાર એશોસીએશનના પ્રમુખ બ્રીજેશ ત્રિવેદી, શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અસીમ પંડયાના હસ્તે સીનીયર વકીલોને સન્માનિત કરેલ હતા.
આ બે દિવસીય લીગલ સેમીનારને સફળ બનાવવા માટે સર્વ જયદેવભાઈ શુકલ, આર.ટી. કથીરીયા, ટી.બી. ગોંડલિયા, વિમલ ડાંગર, વિજય તોગડીયા, પ્રકાશસિંહ ગોહિલ, જગદીશ ચોટલીયા, વિકાસ શેઠ, કે.ડી. શાહ, જસુભાઈ કરથીયા, જેપી. ફુલારા, આર.ડી. ગોહિલ, યોગેશ ઉદાણી, હેમાંગ જાની, આર.આર. મહેતા, ગોપાલ ત્રિવેદી, સમીર ઠકરાર, કપીલ શુકલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રશાંત લાઠીગ્રા, જેનીલ પરસોંડા, કૌશિક પોપટ, દિલીપ ચાવડા, અભય બારડ, અંકુર કોટેચા, મુકેશ જરીયા, નૈમિષ પટેલ, નિમેશ કોટેચા, વિજય રૈયાણી, ઈશ્વર જરીયા, ધર્મેશ જરીયા, ધર્મેશ સખીયા, પ્રિયંક ભદ્ર, નૈમીશ જોષી, કલ્પેશ નસીત, જે.જી. ચૌહાણ, કેતન દવે, પરેશ પટોડીયા, અશ્વીન રામાવત, કાજલ ખસમાણી, ભૂમિ મહેતા, માયા રાજયગુરુ, દેવુબેન બાંભવા, વૈશાલી ચાવડા, બીનીતા ખાંટ, દક્ષા બોખાણી, અંજુબેન ચૌહાણ, દર્શનાબેન નાયર, રાજન જોલાપરા, રશ્મીન પંડયા, રવી વાઘેલા, હરેશ પરસોંડા, પિયુષ ઝાલા, ચેતન પજવાણી, હિરેન લીંબડ, જયેશ યાદવ, સુનીલ વાઢેર, હસમુખ તળપદા, મનીષ ત્રિવેદી, યશ રાદડીયા સહીતના નામી-અનામી વકીલોએ આ લીગલ સેમીનારમાં પોતાનું યોગદાન આપેલ હતું.
આ નેશનલ લીગલ સેમીનારમાં રાજકોટના તમામ જયુડીશ્યલ ઓફિસર્સ હાજર રહી સભામાં અભિવળધ્ધિ કરેલ હતી તેમજ રાજકોટ શહેર જિલ્લાના તમામ બાર એશોસીએશનના હોદ્દેદારો તથા સભ્યો આ સેમીનારમાં ઉપસ્થિત રહેલ હતા.
આ સેમીનારને મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો લાભ લઈ શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું.
બે દિવસીય નેશનલ લીગલ સેમીનારનું સફળ સંચાલન રાજકોટ બારના વરિષ્ઠ ધારાશાષાી આર.એમ. વારોતરીયા તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના પ્રખર ધારાશાષાી ખીલન ચાંદ્રાણી દ્વારા કરવામાં આવેલ હતું.
(2:32 PM IST)










