<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

સચિત-પરંપરા સૂર રેલાવશે : રાજકોટીયનોને થીરકવા કરશે મજબુર

મનપાના સ્‍થાપના દિવસ ૧૯ નવેમ્‍બરે યોજાશે બોલીવુડ નાઇટ : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહે તેવા તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસ

 

 

રાજકોટ, તા., ૧૦ : મનપા દ્વારા વિકાસ સાથે મનોરંજનની પણ ભેટ આપવામાં આવે છે. ત્‍યારે આગામી ૧૯ નવેમ્‍બર ૧૯૭૩ના રોજ કોર્પોરેશનની સ્‍થાપના બાદથી દર વર્ષે બોલીવુડ નાઇટ યોજવાની પરંપરા ચાલી આવે છે.

જેના ભાગરૂપે આવતા અઠવાડીયે મનપાના સ્‍થાપના દિવસે ફરી એકવાર રાજકોટીયનોને ડોલાવવા તંત્ર દ્વારા બોલીવુડ નાઇટનું ભવ્‍ય આયોજન કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ વખતે બોલીવુડ સીંગરો સચિત અને પરંપરા પોતાના સૂર રેલાવશે અને નગરજનોને થીરકવા મજબુર કરશે તેમ મનપાના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. આ ગાયક જોડીએ અનેક હિટ ગીતો ગાયા છે.

સચિત અને પરંપરાએ ચાંદની, ચુરાલીયા, તેરે વીચ રબ દીસદા, મેરે સોહનીયા, રામ સીયારામ, દિવાની સહિતના લોકોને ડોલવા મજબુર કરતા ગીતો ગાયા છે.

ઉપરાંત કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ ઉપસ્‍થિત રહે તેવી તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્‍યું છે. (૪.૧૫)

(2:52 PM IST)