તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
સીંગતેલમાં વધુ ર૦ રૂા.નો ઉછાળો નવા ડબ્બાનો ભાવ રપ૦૦ રૂા.

રાજકોટ, તા., ૧૦ : નવા સપ્તાહના પ્રારંભે સીંગતેલમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ર૦ રૂા.નો ઉછાળો થતા સીંગતેલ નવા ટીનના ભાવ રપ૦૦ રૂપીયાની સપાટીએ પહોંચી ગયા છે.
કમોસમી વરસાદને કારણે કાચા માલની આવકો ઓછી થતા સ્થાનીક બજારમાં સીંગતેલમાં આજે વધુ ર૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. શનિવારે સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા.)નો ભાવ ૧૪૦૦ રૂા. હતા તે વધીને આજે ૧૪ર૦ રૂપીયા ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનનો ભાવ ૨૪૩૦ થી ર૪૮૦ રૂા. હતા તે વધીને ર૪પ૦ થી રપ૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. ગત સપ્તાહમાં સીંગતેલમાં ૩પ થી ૪૦ રૂપીયાનો ઉછાળો થયા બાદ નવા સપ્તાહે પણ ભાવવધારો જારી રહયો છે.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધી રહી છે ત્યારે કાચા માલની અછતના બહાને સટોડીયાઓએ સીંગતેલના ભાવમાં છાપાછાપી શરૂ કરી હોવાની વેપારી વર્તુૃળોમાં ચર્ચા થઇ રહી છે.
(3:58 PM IST)










