<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ગોંડલ ડેપોની રાજકોટથી ઉપડતી બસ ૬ મહિનાથી અનિયમીતઃ મુસાફરો ત્રાહિમામઃ રોજ ગોંડલ બસ બદલાય છે!!

પેસેન્‍જરોને ભારે હાલાકીઃ અનેક નવી બસો આવી પણ ગોંડલ ડેપોની આ બસ બદલાતી નથી

રાજકોટ, તા. ૧૦: ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ-ઉના સમય બપોરે ૧૨:૩૦ કલાકે વાયા દેરડી કુકાવાવ બગસરા જતી બસ છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડે છે અને હાલમાં છેલ્લા પાંચ દિવસથી રાજકોટથી બસ ઉપડે છે અને દરરોજ ગોંડલ બસ બદલાવે છે પેસેન્‍જરને ભારે હાલાકી માલ સામાન લઈને બસ સ્‍ટેન્‍ડ થી વર્કશોપ માં પડી હોય ત્‍યાં સામાન લઈને જવું પડે છે રિઝર્વેશન વાળા મુસાફરો ખૂબ જ હેરાન થાય છે અને દરરોજ એક થી દોઢ કલાક બસ મોડી ઉપડે છે. ગોંડલ ડેપો મેનેજર વારંવાર એમ જ કહે છે કે બસ નવી આવશે એટલે બદલાવી આપીશ છેલ્લા છ મહિનાથી આવું કહે છે તે ગોંડલમાં છ મહિનામાં અનેક વખત નવી બસ આવેલ છે છતાં આ રૂટમાં જ સાવ ખખડધજ બસ આપે છે ખૂબ જ સારી ઇન્‍કમ વાળી આ બસ ડેપો મેનેજરની અણ આવડતને હિસાબે બંધ થવાની કગાર ઉપર છે સવારના ૧૦ વાગ્‍યા પછી ત્રણ કલાકે આ બસ છે આ બસમાં ખૂબ જ ટ્રાફિક હોય છે છતાં ગોંડલ ડેપોનું આ રૂટ ઉપર ઓરમાયુ વર્તન મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે ડીવીઝનલ નિયામકનું પણ ધ્‍યાન દોરાયું છે

(3:50 PM IST)