News of Monday, 10th November 2025
પીજીવીસીએલના સાત ટ્રાન્સફોર્મરમાંથી વાયર ચોરી કરનાર બે શખ્સો પકડાયા
સુકી સાજડીયાળી ગામ પાસે બનાવઃ આજીડેમ પોલીસના હેડકોન્સ દેવાંગભાઇ પાલા, કોન્સ હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાએ હઠુ અને વિશાલને દબોચ્યાઃ સુરેશ અને વિજયની શોધખોળ

રાજકોટ તા.૧૦: સરધાર નજીક સુકી સાજડીયાળીગામ પાસે સાત ખેતરમાં લગાવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર નીચે ઉતારી રૂ. ૬૩,૭૫૦ના કોપર અને એલ્યુમિનીમના વાયરની ચોરી કરનાર બે શખ્સોને આજીડેમ પોલીસે પકડી લીધા છે.
મળતી વિગત મુજબ સુકી સાજડીયાળી રોડ પર ગોવિંદભાઇ હરીભાઇ મકવાણાની વાડીમાં તેની આસપાસ સાતવાડીમાં લગાવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોમરની નીચે ઉતારી અજાણ્યા શખ્સો તેમાંથી કોપર અને એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરી ગયા હોવાની પીજીવીસીએલના ઇજનેરે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં આરોપીઓને પકડવા માટે પી.આઇ.એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.વી. ગોહિલ સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી. દરમ્યાન હેડકોન્સ દેવાંગભાઇ પાલા, કોન્સ હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોબીયાને બાતમી મળતા લાયાસરી ગામ પાસેથી હકુ કાનજીભાઇ ચારોલીયા (ઉ.વ.૪૦) (રહે. સરધારગામ હીરપર રોડ ગોૈશાળાની બાજુમાં) તથા વિશાલ ઉર્ફે ભુરો રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૧૮) (રહે. કઠવાગામ ચોરાઉ જી. ભાવનગર)ને રૂા. ૬૩,૭૫૦ની કિંમતના ચોરાઉ કોપર અને એલ્યુમીનીયમના વાયરો સાથે પકડી લીધા હતા. જયારે સુરેશ વેરશીભાઇ વાઘેલા અને વિજય વાઘેલાની શોધખોળ આદરી છે. આ કામગરી પી.એસ.આઇ. પો. સબ.ઇન્સ. એસ.વી. ગોહીલ, એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા, હેડ.કોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ બારોટ, દેવાંગભાઇ પાલ, ભરતભાઇ જોગીયા, કોન્સ. હરપાલસિંહ જાડેજા , ગોપાલભાઇ બોળીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહીલ, દેવાભાઇ ધરજીયા, મહેરભાઇ કોઠીવાળ, વિશ્વરાજસિંહ પરમાર, કોન્સ.ધારાબેન મેઘાણી દ્વારા કરવામાં આવી હતી.
(3:51 PM IST)










