News of Monday, 10th November 2025
શહેરના ૧૧ વોર્ડના વિસ્તારોમાં સફાઇના કોન્ટ્રાકટ થશે ફાઇનલ
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ પર દરખાસ્ત : વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં વિવિધ સોસાયટીના રસ્તા અને ટીપી રોડ પર મેટલીંગ કરવા, ન્યારી ડેમ ખાતે ૧૫૦ MLD નો ઇન્કવલ બનાવવા તથા સોલીડ વેસ્ટમાં સેકશન મશીન તેમજ આરોગ્ય વિભાગમાં ફોગીંગ મશીન ખરીદવા સહિતના વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય

રાજકોટ તા.૧૦: શહેરના વિવિધ વિસ્તારો ૧૧ વોર્ડમાં પાર્ટટાઇમ સફાઇ કામદારો તથા કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ કરવા સહિતની ૫૨ દરખાસ્તો અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.
મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી બેઠક આવતીકાલે તા.૧૧ના બપોરે ૧૨ કલાકે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સેન્ટ્રલઝોન કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં યોજાશે. જેમાં શહેરના વિવિધ પ્રોજેકટો, વિકાસકામો અંગે નિર્ણય થશે.
શહેરના ૧૧ વોર્ડમાં સફાઇ કોન્ટ્રાકટ
શહેરને ચોખ્ખુ ચણાંક કરવા કાયમી સફાઇ કામદાર ઉપરાંત પાર્ટટાઇમ કામદારો દ્વારા વિવિધ વિસ્તારોની સફાઇ કરાવવામાં આવે છે ત્યારે વોર્ડ નં.૭, ૧૮-અ, ૨૫, ૧, ૩, ૧૭, ૧૧-અ, ૧૧-બ, ૬-બ, ૧૦ તથા ૦૮ના વિવિક વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિસ્તારોની પાર્ટટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ કરી કચરો ઉપાડવાની કામગીરીના દ્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આપવા નિર્ણય થશે.
મનપાના પ્રોજેકટને કાલે મળશે મંજૂરી
રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ને અનુસંધાને રાજયભરનાં વિવિધ શહેરોમાં વિકાસ કાર્યોને નવી ગતિ અને દિશા આપવા માટે વિશાળ આયોજન હાથ ધરાયેલ છે. આ કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં માળખાકિય વિકાસને વધુ સુવ્યવસ્થિત, ગુણવતા યુકત અને ટેકનીકલ રીતે મજબુત બનાવવા માટે અનેક મહત્વ પૂર્ણ પગલા લેવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાના તમામ કામોનું સોફટવેરનાં માધ્યમથી દૈનિક મોનીટરીંગ કરવા તેમજ ખાતમુહૂતથી લઇ લોકાર્પણ સુધીની તમામ કામગીરીનું દૈનિક રીપોટીંગ કરવાનાં આશય સાથે પી.એમ.યુ.ની રચના કરવાનું નકકી થયેલ છે. જે અન્વયે અન્ય સરકારનાં અન્યવિભાગોની માફક પ્રોજેકટસના ડી.પી.આર. અગાઉથી જ તૈયાર રાખવા તેમજ પ્રોજેકટસનું સમયસર અમલીકરણ, કામની ઓવરઓલ દેખરેખ, જરૂૂરી ટેકનીકલ માર્ગદર્શનઅને વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરી કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે પ્રોજેક્ટ મોનીટરીંગ યુનિટની રચના કરવી આવશ્યક બની છે.
શહેરનાં વિકાસ કામોનું અગ્રતાક્રમ મુજબનાં આયોજન (કામોની વિગત), સમયસર કામ પૂરું કરવા માટે જરૂૂરી દેખરેખ, ખર્ચનો યોગ્ય અહેવાલ અને નાણાંકીય નિયંત્રણ, ટેકનીકલ માર્ગદર્શન, સરકાર અને અન્ય જુદા-જુદા વિભાગો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે જરૂરી સંકલન, અધિકારીઓ/કર્મચારીઓ માટે જરૂરી ટેકનીકલ સહાય માટે ઉકત વિગતો માટે પ્રોજેકટ મોનીટરીંગ યુનિટની નિમણૂંક કરવા માટે પર તા.૨૦ ઓગષ્ટ ૨૦૨૫ થી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ - (આર.એફ.પી.)મુજબનું ઓનલાઇન ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ. જેમાં નિયત સમયમર્યાદામાં નીચે મુજબની ૮ (આઠ) એજન્સીઓ દ્વારા બિડ સબમીટ કરવામાં આવેલ છે.
ન્યારી-૧ ડેમ ખાતે
૧પ૦ એમએલડીનો
ઈનટેબ વેલઃ ૬૭ ટકા વધુ ભાવ
શહેરના કણકોટ રોડ પર વોર્ડ નં. ૧૧ માં ૧પ૦ એમએલડીનો ડબલ્યુટીપીને રો-વોટર પુરૂ પાડવા માટે ન્યારી ડેમ ખાતે નવો ૧પ૦ એમએલડી કેપેસીટીનો ઇટિેકવેલા બનાવવા ૬૭ ટકા, ઓન સાથે રૂા. ર૧.૮૯ કરોડ નો ખર્ચ થશે.
આ ઉપરાંત કાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં સોલીડ વેસ્ટ શાખા માટે સકશન મશીન ૩૧.૯૦ લાખના ખર્ચ ખરીદવા, આરોગ્ય - મેલેરીયા વિભાગના ઉપયોગ માટે વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ર૩.૮૪ લાખના ખર્ચે ખરીદવા, ન્યારી ઝોન, ભાદર ઝોન, ઇસ્ટ ઝોન, હડાળા-ખંડીર ઝોનના પ્લાનીંગ સ્ટેશન હડાળા-બેડી ઝોનના પમ્પીંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટમાં પાઇપલાઇન તેમજ સીટી વિસ્તારની મેઇન ચાન્સમિશન પાઇપ લાઇન મેઇન્ટેનન્સ અને નવી પાઇપ લાઇન નાખવાના કામ સહિતની પ૨ દરખાસ્તો અંગે ચર્ચા થશે. (ર.૨૩)
સામાકાંઠે ૧૧.૨૫ કરોડના ખર્ચે નવા રોડ-રસ્તા બનશે
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ એકશન પ્લાન અંતર્ગત ત્રણેય ઝોનમાં નવા રોડ રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વેસ્ટ ઝોનમાં છ વોર્ડમાં નવા પેવર સહિતના કામો શરૂ થયા છે. ત્યારે હવે ઇસ્ટ ઝોનના વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં જૂદી જૂદી સોસાયટીના યુટીલીટી રોડનું રીસ્ટોરેશન અને ટીપી રોડ પર મેટલીંગ કરવાનુ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યુ છે. છ વોર્ડમાં અમળત-૨.૦ યોજના અંતર્ગત ડીઆઇ પાઇપ અને ડ્રેનેજ પાઇપ લાઇનનુ કામ પૂર્ણ થયુ હોય અને હવે રૂા.૧૧.૨૫ કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્ત આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે.
(3:57 PM IST)










