<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવાનું સ્‍નેહમિલન સંપન્ન

રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્‍નેહમિલન અને સ્‍વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુ નગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્‍યો હતો. જેમાં પરિવારના યુવાનો, સિનિયર સિટીઝન, મહિલાઓ બાળકો સર્વે ઉપસ્‍થિત રહ્યા હતા. પરિવારના મોભી સિનિયર સિટીઝન દોલુભા વાઘુભા (ઉ.વ. ૯૫) એ જણાવ્‍યું હતું કે આજે યુવાનોમાં દિન પ્રતિદિન વ્‍યસન નું પ્રમાણ વધી રહ્યું છે ત્‍યારે આજના યુવાને વ્‍યસન મુક્‍ત બનવું જોઈએ અને વ્‍યસન કરતા હોય તો આજે નવા વર્ષના પ્રારંભથી જ વ્‍યસન મુક્‍તિનો સંકલ્‍પ લેવો જોઈએ. કરણસિંહ રાજેન્‍દ્રસિંહ કેનેડાથી સ્‍નેહ મિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલા. તેઓએ કોઈ યુવાનોને વિદેશ જવું હોય પાસપોર્ટ વિઝા કે વિદેશમાં જવા માટેના અન્‍ય કોઈ માહિતી જોઈતી હોય તો મદદ રૂપ બનશે તેમ જણાવ્‍યું હતું. ઉપરાંત ભરતસિંહ (ભોજુભા) જુવાનસિંહ નિવળત એ.એસ.આઈ, કે. ડી. ઝાલા વિજય કોમર્શિયલ બેંકના બ્રાન્‍ચ મેનેજર, મહેન્‍દ્રસિંહ દોલુભા આઈ.ટી.આઈ ના નિવળત્ત સુપરવાઇઝર, ગજેન્‍દ્રસિંહ દોલુભા રાજકીય સામાજિક અગ્રણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ. કાર્યક્રમનું સંચાલન નિવળત્ત એ.એસ.આઈ સિનિયર સિટીઝન ઘનશ્‍યામસિહ લાલુભા એ કર્યું હતું આભાર વિધિ વિશ્વરાજસિંહ હરેન્‍દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગજેન્‍દ્રસિંહ દોલુભા, એડવોકેટ વિજયસિંહ અદુભા, પ્રદ્યુમનસિંહ (પરેશ) બળુભા, કરણસિંહ રાજેન્‍દ્રસિંહ, હરદેવસિંહ મહિપતસિંહ, લગધીરસિંહ જોરુભા, કરણસિંહ રણજીતસિંહ, મહિપતસિંહ જોરુભા, સતુભા હનુભા, મહેન્‍દ્રસિંહ મહાવીરસિંહ, યોગીરાજસિંહ ઘનશ્‍યામસિંહ, ટેમુભા રતુભા, હરેન્‍દ્રસિંહ રણજીતસિંહ, કિશોરસિંહ દોલુભા, શૈલેન્‍દ્રસિંહ સુખદેવસિંહ, ભોજુભા જુવાનસિંહ, હર્ષદીપસિંહ ગજેન્‍દ્રસિંહ, યશરાજસિંહ મહેન્‍દ્રસિંહ, બાબુભા ગગુભા, બળુભા ગગુભા, દિગ્‍વિજયસિંહ ઘનશ્‍યામસિંહ, મહેન્‍દ્રસિંહ દોલુભા સહિતના પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:22 PM IST)