<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

નાકના પડદાનું હેમેંજિયોમાં ‘લોહિની ગાંઠ'નું દૂરબીન વડે સફળ ઓપરેશનઃ ડો. હિમાંશું ઠકકરની સિધ્‍ધિ

હેમેન્‍જિઓમાં કિડની અને જનિટોયું-રિનરી ટ્રેકટમાં જોવા મળે છે, પરંતુ નાકના સેપ્‍ટમમાં આવું થવું દુર્લભ

રાજકોટઃ રાજકોટના જાણીતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કરે ૩૦ વર્ષીય પુરુષ દર્દી (નામ બદલેલું  શ્રી ચેતન પોપટ)ના નાકમાં થયેલો અતિ દુર્લભ ટ્‍યૂમર  Anastomosing Hemangioma of Nasal Septum  સફળ એન્‍ડોસ્‍કોપિક સર્જરીથી દૂર કરી તબીબી ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપલબ્‍ધ મેડિકલ લિટરેચર અનુસાર આ ભારતમાંથી નોંધાયેલો કદાચ પ્રથમ કેસ છે અને આખી દુનિયામાં માત્ર બીજો હોવાનું તેમની યાદીમાં જણાવાયું છે.

સામાન્‍ય રીતે આ પ્રકારનો હેમેન્‍જિઓમા કિડની અને જાનિટોયૂરિનરી ટ્રેક્‍ટમાં જોવા મળે છે, પરંતુ નાકના સેપ્‍ટમમાં આવું થવું અત્‍યંત દુર્લભ છે દર્દીને બે મહિનાથી એક બાજુ નાકમાંથી વારંવાર રક્‍તષાાવ થતો હતો અને નાક બંધ રહેવું તથા માથાનો દુખાવો થતો હતો.

ડો. ઠક્કર જણાવે છે કે, નાકની એન્‍ડોસ્‍કોપિક તપાસ દરમિયાન દર્દીના જમણા નાકમાં નેસલ સેપ્‍ટમ સાથે જોડાયેલું લાલ, મસા જેવી અસામાન્‍ય રચના જોવા મળી. ત્‍યારબાદ કરાયેલ કોન્‍ટ્રાસ્‍ટ સીટી સ્‍કેનમાં ખબર પડી કે આ રચના રક્‍તવાહિનીઓના ગૂંચથી બનેલું પોલિપ જેવું લીઝન છે, જે નેસલ સેપ્‍ટમમાં જોવા મળવું અત્‍યંત દુર્લભ છે.

સાવધાનીપૂર્વકની એન્‍ડોસ્‍કોપિક તપાસ અને કોન્‍ટ્રાસ્‍ટ સાથેની સીટી સ્‍કેનથી સાચો નિદાન કરવામાં મદદ મળી અને ત્‍યારબાદ ટ્‍યૂમરને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્‍યો& બાયોપ્‍સીમાં તેને Anasto mosing Hemangioma તરીકે પુષ્ટિ મળી  જે બિન-કેન્‍સરજન્‍ય પરંતુ અત્‍યંત રેર વાસ્‍ક્‍યુલર લીઝન છે.

ડો. ઠક્કરે ઓછામાં ઓછા બ્‍લીડિગ સાથે સલામત રીતે ઓપરેશન પૂર્ણ કર્યું. દર્દી હાલ પૂરેપૂરો સ્‍વસ્‍થ છે. તેઓ  ‘‘નાકમાં આવું લીઝન જોવા મળવું અત્‍યંત અસામાન્‍ય છે. આ કેસ માત્ર રાજકોટ નહીં પરંતુ ભારતના મેડિકલ સાહિત્‍ય માટે ગૌરવની વાત છે.

ડો. ઠક્કર ઇએનટી અને ડેન્‍ટલ સર્જિકલ હોસ્‍પિટલ, ૨૦૨, લાઇફ લાઇન બિલ્‍ડિંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ. મો. ૯૧૦૬૧૧૯૦૩૮.(૩૮.૨૨)

(11:14 AM IST)