તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
કોઠારિયા રોડ સિંદુરીયા ખાણ પાસેથી સમીર ચોરાઉ એકસેસ સાથે પકાડયો
ડીસીપી ઝોન-૧ની એલસીબીના એ.એસ.આઇ. મનરૂપગીરી ગૌસ્વામી હેડ કોન્સ જગદીશસિંહ પરમાર અને કોન્સ રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ, તા. ૧૧: શહેરના કોઠારિયા રોડપર સિંદુરીયા ખાણ પાસે ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમ બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી ડીસીપી ઝોન-૧ની એલ.સી.બી.ના પી.એસ.આઇ.બી.વી. ચુડાસમાં સ્ટાફસાથે આરોપીની શોધમાં હતા. ત્યારે એ.એસ.આઇ. મનરૂપગીરી ગૌસ્વામી, હેડકોન્સ જગદીશસિંહ પરમાર અને કોન્સ રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા કોઠારીયા રોડ સિંદુરીયા ખાણ પાસેથી સમીર ઇકબાલભાઇ સાયચા (ઉ.વ.૨૦) (રહે. જંગલેશ્વર શેરી નં.૨૧)ને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ. મનરૂપગીરી ગૌસ્વામી, પટગીર, દ્વારા કરવામાં આવી છે.
(2:19 PM IST)










