News of Tuesday, 11th November 2025
સ્ટેન્ડિંગ સભ્ય મેહુલ શુકલ સ્ટેન્ડિંગમાં હાજર છતા રજીસ્ટરમાં સહી ન કરી

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની આજે થયેલ સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં સ્ટેન્ડિગ કમિટી સભ્ય મેહુલ શુકલે બેઠકમાં હાજર રહયા છતા રજીસ્ટરમાં સહી ન કરતા અનેક ચર્ચા જાગી હતી. તેઓએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આતાશબાજીમાં રૂા. ૮ લાખના ખર્ચની દરખાસ્તમાં ઇ-ટેન્ડર થવુ જોઇએ.
નીયમ મુજબ પ લાખથી વધુના ખર્ચમાં ઇ-ટેન્ડર કરવુ ફરજીયાત છે. ત્યારે આ દરખાસ્તનો આડકતરો વિરોધ દર્શાવ્યો હતો.
(4:07 PM IST)










